રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો
Ravindra Jadeja: વર્ષ 2023 ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે હતું. ગયા વર્ષે તેણે એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે વિશ્વનો કોઈ અન્ય ખેલાડી કરી શક્યો ન હતો.
Ravindra Jadeja: વર્ષ 2023 ક્રિકેટ જગત માટે ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ ODI વર્લ્ડ કપ રમાયો હતો જે ઓસ્ટ્રેલિયાના નામે હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે પણ વર્ષ 2023 ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે રવિન્દ્ર જાડેજાએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે વિશ્વનો કોઈ અન્ય ખેલાડી કરી શક્યો નથી.
રવિન્દ્ર જાડેજાએ ગયા વર્ષે 35 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં તેણે 30.65ની એવરેજથી 613 રન બનાવ્યા હતા અને 66 વિકેટ લીધી હતી. આ સાથે રવીન્દ્ર જાડેજા વર્ષ 2023માં એકમાત્ર એવો ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500થી વધુ રન બનાવ્યા હોય અને 50થી વધુ વિકેટ લીધી હોય. જાડેજા ઉપરાંત ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ પણ ગયા વર્ષે 500થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેઓ 50 વિકેટના આંકને સ્પર્શી શક્યા ન હતા.
રવિન્દ્ર જાડેજા વર્ષ 2023માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર પણ હતો. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 66 વિકેટ લીધી હતી. આ યાદીમાં કુલદીપ યાદવ 63 વિકેટ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ ગયા વર્ષે 63 અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ 62 વિકેટ ઝડપી હતી.
રવિન્દ્ર જાડેજા હાલ ટીમ ઈન્ડિયા સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. પરંતુ તેની પીઠના ઉપરના ભાગમાં જકડાઈ જવાને કારણે તે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. જો કે હવે તે સ્વસ્થ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેને બીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી શકે છે.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.