રેમન્ડ ગ્રૂપે લાઈફસ્ટાઇલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ માટે બે સ્વતંત્ર સંપૂર્ણ દેવામુક્ત લિસ્ટેડ કંપનીઓ શરૂ કરી
રેમન્ડ લિમિટેડે તેના લાઈફસ્ટાઈલ બિઝનેસને રેમન્ડ કન્ઝ્યુમર કેર લિમિટેડ (RCCL)માં ડિમર્જ કરીને પ્યોર પ્લે બીટુસી કેન્દ્રિત લાઈફસ્ટાઈલ બિઝનેસ સાથે લિસ્ટેડ એન્ટિટી બનાવી છે અને તેને સંપૂર્ણ દેવામુક્ત બનવા માટે સક્ષમ બનાવે છે
મુંબઈ: રેમન્ડ લિમિટેડે આજે પ્યોર પ્લે બીટુસી ફોકસ્ડ લાઈફસ્ટાઇલ બિઝનેસ સાથે લિસ્ટેડ કંપની બનાવવા માટે તેના લાઈફસ્ટાઇલ બિઝનેસને RCCLમાં ડિમર્જરની જાહેરાત કરી છે. આ કોર્પોરેટ કામગીરી RCCL હેઠળના તેના એફએમસીજી બિઝનેસને રૂ. 2,825 કરોડમાં GCPLને વેચીને શરૂ કરવામાં આવી છે. રેમન્ડ લિમિટેડમાંથી લાઈફસ્ટાઇલ બિઝનેસને ડિમર્જ કરવાના પગલાથી બિઝનેસ સંપૂર્ણ દેવામુક્ત રહેશે અને તે સ્વતંત્ર રીતે લિસ્ટેડ કંપની બનશે. લાઈફસ્ટાઇલ બિઝનેસના ડિમર્જર પછી, રેમન્ડ લિમિટેડ મુખ્યત્વે એન્જિનિયરિંગ અને ડેનિમ બિઝનેસમાં રોકાણ સાથે લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની હશે.
આનાથી લાઈફસ્ટાઈલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ બંને માટે ટકાઉ વૃદ્ધિ અને નફાકારકતા માટે સ્પષ્ટ વ્યૂહરચના અને વિશેષતા સાથે કેન્દ્રિત રોકાણકારોની તકો અને મૂડીની વધુ સારી એક્સેસની સુવિધા મળશે. આ અંગે ટિપ્પણી કરતાં, રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “શેરધારકો માટે મૂલ્યસર્જન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ, અમે અમારા લાઈફસ્ટાઈલ બિઝનેસને
ડીમર્જ કરીને હકારાત્મક પગલાં લીધા છે જે સંપૂર્ણ દેવામુક્ત અલગ લિસ્ટેડ કંપની હશે. રેમન્ડ ગ્રૂપમાં, રિયલ્ટી બિઝનેસ પણ રેમન્ડ લિમિટેડ દ્વારા લિસ્ટેડ કંપની હશે. પ્રમોટર સ્તરે, અમે પ્રતિબદ્ધ રહેવાનું ચાલુ રાખીએ છીએ, અને એસેટ્સ મોનીટાઈઝેશનમાંથી પ્રાપ્ત થયેલા ફંડના રોકાણ દ્વારા પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે.”
રેમન્ડ ગ્રૂપે, જે RCCL હેઠળ એફએમસીજી બિઝનેસ ધરાવે છે, તેનું ટ્રેડમાર્ક પાર્ક એવેન્યુ ડીઓ, કેએસ ડીઓ, કામસૂત્ર અને પ્રીમિયમ સાથે સ્લમ્પ સેલ થકી GCPLને વેચાણ કર્યું છે. RCCL તેનું કોન્ડોમ ઉત્પાદન એકમ જાળવી રાખશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરવાનું ચાલુ રાખશે. આગળ જતાં, લાઈફસ્ટાઇલ બિઝનેસ કે જે હવે RCCL હેઠળ આગળ વધે છે તે લિસ્ટેડ થશે અને
રેમન્ડ લિમિટેડના દરેક શેરધારકને રેમન્ડ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર તથા આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા જારી કરાયેલા વ્યાજબી અભિપ્રાય સાથે સ્વતંત્ર વેલ્યુઅર્સ કેપીએમજી અને બીડીઓ દ્વારા સૂચવવામાં આવેલા સ્વેપ રેશિયોના આધારે દર 5 શેર માટે RCCLના 4 શેર મળશે.
મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સાથે શૂટિંગ બિઝનેસ, બીટુસી શર્ટિંગ અને એમટીએમ બિઝનેસ, બ્રાન્ડેડ એપેરલ અને તેના બ્રાન્ડ્સ પોર્ટફોલિયો તથા ઉત્પાદન એકમ સાથે ગાર્મેન્ટિંગ બિઝનેસ સહિત પેટાકંપનીઓ ધરાવતા લાઈફસ્ટાઇલ બિઝનેસને અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સાથે બીટુબી શર્ટિંગ બિઝનેસને RCCLમાં ડિમર્જ કરવામાં આવશે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.