રેમન્ડ્સનો નાણાંકીય વર્ષ 2022ની સરખામણીએ ચોખ્ખો નફો બમણો થયો
નાણાંકીય વર્ષ માટે રૂ. 529 કરોડનો અત્યાર સુધીનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો, આવકમાં વાર્ષિક ધોરણે 31%નો વધારો
મુંબઈ: રેમન્ડ લિમિટેડે આજે 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે તેના ઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
Q4FY23 માં રૂ. 65 કરોડની સરખામણીમાં Q4FY22 માં રૂ.177 કરોડ ડિફર્ડ ટેક્સ એસેટ (DTA) બનાવવામાં આવી હતી. એક સીમાચિહ્ન વર્ષ FY23માં, રેમન્ડે અનુક્રમે રૂ. 8,337 કરોડ અને રૂ. 1,322 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ આવક અને એબિટા નોંધાવી હતી. રેમન્ડે મજબૂત વેગ અને મજબૂત કામગીરીના નેતૃત્વમાં વર્ષ દરમિયાન 31% ની તંદુરસ્ત ડબલ ડિજિટની વૃદ્ધિ નોંધાવી હતી. Q4FY23 સાથે, રેમન્ડે સતત છ ક્વાર્ટરમાં મજબૂત આવક અને નફાકારક કામગીરી દર્શાવી છે.
કંપનીએ 31મી માર્ચ, 2022ના રોજ રૂ. 1,088 કરોડની સરખામણીમાં 31મી માર્ચ, 2023ના રોજ રૂ.689 કરોડ જેટલો કોન્સોલિડેટેડ નેટ ડેટમાં રૂ. 399 કરોડનો નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. મજબૂત નફાકારકતા અને કાર્યકારી મૂડી ઓપ્ટિમાઇઝેશનના લીધે ફ્રી કેશ ફ્લો મળવાના લીધે વર્ષના આધારે સતત ચોખ્ખા દેવામાં ઘટાડો થયો છે.
કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગૌતમ હરિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “FY23 અભૂતપૂર્વ વૃદ્ધિનું વર્ષ રહ્યું છે, કારણ કે અમે તમામ વ્યવસાયોમાં વિતરિત આવકમાં મજબૂત વૃદ્ધિ સાથે અગાઉના વર્ષની સરખામણીમાં અમારો ચોખ્ખો નફો બમણો કર્યો છે. અમે સતત વૃદ્ધિ માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કર્યો હોવાથી તાજેતરની કોર્પોરેટ એક્શન જાહેરાતો બીટુસી જીવનશૈલી બિઝનેસ અને રિયલ એસ્ટેટ બિઝનેસ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીના ભાવિને પ્રોત્સાહન આપશે. શેરહોલ્ડર વેલ્યુ બનાવવાની અમારી સતત
પ્રતિબદ્ધતામાં, મને જણાવતા આનંદ થાય છે કે આ બે નવા એકમો સંપૂર્ણપણે દેવામુક્ત હશે અને નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર છે.”
કંપની દ્વારા લાઇફસ્ટાઇલ બિઝનેસને ડિમર્જ કરવા માટે શરૂ કરાયેલી તાજેતરની કોર્પોરેટ કામગીરી હવે ભાવિ વૃદ્ધિને વેગ આપવા માટે જૂથ સ્તરે નોંધપાત્ર લિક્વિડિટી સરપ્લસ સાથે સંપૂર્ણપણે બીટુસી કેન્દ્રિત લાઈફસ્ટાઈલ અને રિયલ એસ્ટેટ વ્યવસાયોની બે સ્વતંત્ર સંપૂર્ણ દેવામુક્ત લિસ્ટેડ એકમમાં પરિણમશે.
વર્ષ દરમિયાન બ્રાન્ડેડ ટેક્સટાઇલ અને બ્રાન્ડેડ એપેરલ સેગમેન્ટે સમગ્ર દેશમાં અમારા રિટેલ નેટવર્કમાં 25% ની સરેરાશ ટ્રાન્ઝેક્શન વેલ્યુ (ATV)ની વૃદ્ધિ સાથે ઉચ્ચ આવક વૃદ્ધિ નોંધાવી છે. નવીનતા અને નવી ઓફરો પર અમારું ધ્યાન અમારા સ્ટોર્સમાં તાજગી સુનિશ્ચિત કરે છે. કંપની અને ગાર્મેન્ટિંગ બિઝનેસ માટે ‘ચીન + 1 વ્યૂહરચના’એ ખૂબ સારા પરિણામો આપ્યા છે અને સમગ્ર વર્ષ તંદુરસ્ત વૃદ્ધિ દર સાથે પૂરું થયું છે.
રિયલ એસ્ટેટ વ્યવસાયે સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું હતું અને ત્રણેય પ્રોજેક્ટ્સમાં લોન્ચ કરાયેલી ઇન્વેન્ટરી માટે કુલ રૂ. 1,609 કરોડનું બુકિંગ મૂલ્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રથમ વખત ઘર ખરીદનારાઓએ રિયલ એસ્ટેટ ઓફરિંગમાં જબરદસ્ત વિશ્વાસ દર્શાવ્યો હતો કારણ કે કંપનીએ RERA સમયરેખાના બે વર્ષ પહેલાં પ્રથમ પ્રોજેક્ટના પ્રથમ ત્રણ ટાવર ઊભા કર્યા હતા.
બ્રાન્ડેડ ટેક્સટાઇલ સેગમેન્ટે Q4FY22 માં રૂ. 902 કરોડ વિરુદ્ધ રૂ. 886 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. ત્રિમાસિક ગાળાના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ગૌણ વેચાણ મધ્યમ હતું, જો કે આગામી ઉનાળાના લગ્નની સિઝનને કારણે ત્રિમાસિક ગાળાના પાછલા ભાગમાં પ્રાયમરી ચેનલો પરના વેચાણમાં વધારો થયો હતો.
ત્રિમાસિક ગાળા દરમિયાન માર્કેટિંગ પહેલ મુખ્યત્વે શૂટીંગ અને શર્ટિંગ ફેબ્રિક્સમાં નવીન પ્રોડક્ટ્સ પર હતી જેમાં લિનન અને કેઝ્યુલાઇઝેશનનો સમાવેશ થાય છે. ઓપરેશનલ કાર્યક્ષમતાના પગલે સેગમેન્ટે 21.8% ના તંદુરસ્ત એબિટા માર્જિન નોંધાવ્યા છે.
બ્રાન્ડેડ એપેરલ સેગમેન્ટે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 279 કરોડની સરખામણીએ Q4FY23માં રૂ. 332 કરોડના વેચાણ સાથે વેચાણમાં 19%ની વૃદ્ધિ નોંધાવી હતી. ખાસ કરીને અમારા રિટેલ સ્ટોર નેટવર્ક અને મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્સમાં ગ્રાહકોના વધતા કન્વર્ઝનને કારણે વૃદ્ધિ જોવા મળી હતી. સેગમેન્ટે ઓપરેશનલ કાર્યક્ષમતાના લીધે 15.8% ના મજબૂત એબિટા માર્જિન નોંધાવ્યા હતા.
અમે આ જ સમયગાળાની સરખામણીએ ત્રિમાસિક ગાળા દરમિયાન એવરેજ ટ્રાન્ઝેક્શન વેલ્યુ (ATV)માં વૃદ્ધિ જોઈ છે. ધ રેમન્ડ શોપ (TRS) નેટવર્કમાં, અમે બિલ વેલ્યુમાં 27% વધારો જોયો છે. અમારા રિટેલ સ્ટોર નેટવર્કે વર્ષ દરમિયાન નેટ ધોરણે 58 સ્ટોર્સ ઉમેર્યા છે, જે 31મી માર્ચ, 2023 સુધીમાં 1,409 સ્ટોર્સ (TRS અને EBOs) સુધી પહોંચી ગયા છે.
ગાર્મેન્ટિંગ સેગમેન્ટે એક ત્રિમાસિક ગાળામાં રૂ. 305 કરોડનું મજબૂત વેચાણ નોંધાવ્યું હતું, જે અગાઉના વર્ષના રૂ. 213 કરોડની સરખામણીએ 44%ની વૃદ્ધિ દર્શાવે છે. હાલના ગ્રાહકો અને નવા ગ્રાહક સંપાદન દ્વારા યુએસ અને યુરોપના બજારોમાં સતત ઊંચી માંગને કારણે વૃદ્ધિ જોવા મળી હતી. ત્રિમાસિક ગાળા માટે એબિટા માર્જિન 6.6% હતું.
હાઈ વેલ્યુ કોટન શર્ટિંગ સેગમેન્ટે ત્રિમાસિક ગાળામાં રૂ. 187 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું, જે અગાઉના વર્ષના રૂ. 175 કરોડ ની સરખામણીએ 7% ની વૃદ્ધિ દર્શાવે છે, જે સ્થાનિક બજારમાં અમારા બીટુબી ગ્રાહકો દ્વારા અમારા કોટન અને લિનન ફેબ્રિક ઓફરિંગની માંગને કારણે છે.
એન્જિનિયરિંગ બિઝનેસનું વેચાણ ક્વાર્ટરમાં 7% વધીને રૂ. 219 કરોડ થયું હતું, જે અગાઉના વર્ષમાં રૂ. 205 કરોડ હતું. વેચાણની કામગીરી મુખ્યત્વે વૈશ્વિક ફુગાવાના વાતાવરણમાં નિકાસ બજારોમાં મુખ્ય કેટેગરીમાં વૃદ્ધિ દ્વારા સંચાલિત હતી અને સ્થાનિક બજારોમાં વૃદ્ધિ દ્વારા તેને સારી રીતે ટેકો મળ્યો હતો. બિઝનેસે ત્રિમાસિક ગાળા માટે એબિટા માર્જિન 14.9% નોંધાવ્યું હતું.
રિયલ એસ્ટેટ સેગમેન્ટે સમગ્ર વર્ષ દરમિયાન શાનદાર કામગીરીનું પ્રદર્શન કર્યું છે અને ત્રણેય પ્રોજેક્ટ્સમાં લોન્ચ કરેલી ઇન્વેન્ટરી માટે કુલ રૂ. 1,609 કરોડની બુકિંગ વેલ્યુ પ્રાપ્ત કરી છે.બિઝનેસે ત્રિમાસિક ગાળામાં 24.3% ના એબિટા માર્જિન સાથે રૂ. 289 કરોડનું મજબૂત વેચાણ દર્શાવ્યું હતું.
ફેબ્રુઆરી, 2023માં લોન્ચ થયેલા નવા પ્રોજેક્ટ Ten X Eraને લોન્ચ થયાના 7 દિવસની અંદર 100 બુકિંગ સાથે ગ્રાહકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. આ પર્ફોર્મન્સ ચાલુ પ્રોજેક્ટ્સમાં ઝડપી બાંધકામ ગતિ સાથે અમારી ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સની સ્વીકૃતિ તથા ગ્રાહકોના વિશ્વાસનો પુનરોચ્ચાર કરે છે. થાણેમાં અમારા ત્રણ પ્રોજેક્ટ્સમાં, અમે ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 473 કરોડના મૂલ્ય સાથે 300 યુનિટ્સ માટે બુકિંગ મેળવ્યા હતા. એકંદરે, Ten X Habitat & Address by GS projects માં કુલ એકમોના 80% યુનિટ્સ અને TenX Era પ્રોજેક્ટમાં લોન્ચ થયેલાના 25% યુનિટ્સ વેચાયા છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.