મસુરી તાલીમ સેન્ટરના ૧૪ IAS તાલીમી ઓફિસર્સની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ
દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે પાંચ દિવસ ગ્રામીણક્ષેત્રની જાણકારી અને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવશે : તાલીમી ઓફિસર્સ આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે.
રાજપીપલા : ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે
તાલીમ લઈ રહેલા ૧૪ જેટલા IAS ટ્રેનર ઓફિસર્સ નર્મદા જિલ્લાની મુલાકાતે આગામી તા.૨૬મી ઓગષ્ટથી પધારનાર છે. જિલ્લામાં આવી રહેલા તાલીમી અધિકારીઓના અતિથિ સત્કાર, ગ્રામીણક્ષેત્રની માહિતીથી વાકેફ કરવા સહિત રોકાણ અને મુલાકાત સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થા માઈક્રો પ્લાનિંગ અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
નર્મદા જિલ્લામાં આવનારા તાલીમી ઓફિસર્સ “ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્સ પ્રોગ્રામ (FSRP)” અંતર્ગત દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે રોકાણ કરી આદિજાતિઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલિમી અધિકારીઓ તા. ૨૬મી ઓગસ્ટથી ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન ડુમખલ અને સામોટમાં રહીને વનરાજીનું નિરિક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત કરશે. જિલ્લામાં આ તાલીમી ઓફિસર્સના આગમન સંદર્ભે રોકાણ વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા, આવા-ગમન માટે જરૂરી વાહનોની વ્યવસ્થા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જિલ્લાના વન વિસ્તારોની મુલાકાત, એડવેન્ચર અંગેની આનુષાંગિક વ્યવસ્થાઓના માઈક્રો પ્લાનિંગ સહિત સુચારુ ટાઈમ ટેબલ ગોઠવવા અંગે જેમને જવાબદારી સોંપાઈ છે તેવા જિલ્લાના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવા સાથે ઓફિસર્સની સુરક્ષા પર કલેક્ટરશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષકશ્રી નીરજકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર,
કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના શ્રી એસ.એચ.મોદી, દક્ષિણ ગુજરાત વીજ કંપની-રાજપીપલાના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ટી.પ્રજાપતિ, દેડિયાપાડના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, એ.આર.ટી.ઓ. નર્મદા શ્રીમતી નિમિષા પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ વસાવા, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડિયા, દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી સેજલ સંગાડા સહિત સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો. ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લીધો.
ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે.