"ગુજરાતમાં ઠંડીમાં થશે રાહત, 21 ડિસેમ્બરથી માવઠું પડી શકે છે" : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી
ગત સપ્તાહે ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ગુજરાત, ખાસ કરીને અમદાવાદ,માં ઠંડીનો પ્રભાવ હતો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહેતા નાગરિકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા
ગત સપ્તાહે ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ગુજરાત, ખાસ કરીને અમદાવાદ,માં ઠંડીનો પ્રભાવ હતો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહેતા નાગરિકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. જોકે, આજે મહત્તમ તાપમાન સામાન્ય રીતે ઊંચકાયું છે, અને લોકોને આંશિક રાહત મળી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગત સપ્તાહે પવનની ગતિ 18 થી 22 કિમી પ્રતિ કલાક હતી, અને કેટલાક વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા, જેના કારણે ઠંડીનો પ્રભાવ વધ્યો હતો. પરંતુ, આજથી પવનની ગતિ ધીમી પડી છે, અને આગામી શનિવાર સુધી પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે. આથી, આ સપ્તાહે ખેડૂતો પોતાના પાકને પિયત આપી શકશે.
પરેશ ગોસ્વામીએ આગળ જણાવ્યું કે, આજથી મહત્તમ તાપમાન એકથી દોઢ ડિગ્રી સુધી વધ્યું છે, અને આ તાપમાન આગામી ત્રણ દિવસ સુધી રહેશે. જોકે, વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનો અનુભવ થતો રહેશે. ગત સપ્તાહે જે ઠંડીનો પ્રભાવ હતો, તેમાં આંશિક રાહત મળશે. પરંતુ, 19 ડિસેમ્બરથી ઠંડીનો પ્રભાવ ફરીથી વધશે.
હવામાન નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ ભારતના ઈશાનમાં ચોમાસું ચાલુ છે, અને બંગાળની ખાડીમાં સિસ્ટમો બનાવાઈ રહી છે, જે ઉત્તર તરફ ગતિ કરે છે. આ સિસ્ટમો ગુજરાતના હવામાનમાં પલટો લાવી શકે છે, જેના પરિણામે 21 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે.
સોમનાથમાં આયોજિત વાર્ષિક ચિંતન શિબિરમાં, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ગુજરાતને ટેક્નોલોજી આધારિત શાસન અને સામાજિક-આર્થિક વિકાસમાં અગ્રેસર તરીકે સ્થાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેના પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, " માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે.
ડૉ.કમલદીપ ચાવલા અને ડો.આકાશકુમાર સિંઘ, પ્રેસિડેન્ટ - ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોનિક એસોસિએશનના નેતૃત્વ હેઠળ આયુષ્માન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે અભૂતપૂર્વ પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ જીનોમિક્સ બ્રાન્ડ, જીનસૂત્રના શુભારંભની ગર્વ સાથે જાહેરાત કરી છે.