રેનો કવિડ, કાઈજર અને ટ્રાઈબર હવે સીએનજી કિટ વિકલ્પમાં ઉપલબ્ધ
રેનો ગ્રુપની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી રેનો ઈન્ડિયાએ તેના સર્વ મોડેલ કાઈજર, ટ્રાઈબર અને ક્વિડમાં સરકાર માન્ય સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ્સની ઉપલબ્ધતાની ઘોષણા કરી છે.
નવી દિલ્હી : રેનો ગ્રુપની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી રેનો ઈન્ડિયાએ તેના સર્વ મોડેલ કાઈજર, ટ્રાઈબર અને ક્વિડમાં સરકાર માન્ય સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ્સની ઉપલબ્ધતાની ઘોષણા કરી છે. આ પહેલ રેનોની પહોંચ ગ્રાહકોના નવા સંચ સુધી પહોંચવા સાથે ઈકો-ફ્રેન્ડ્લી અને કાર્યક્ષમ મોબિલિટી સમાધાન પૂરા પાડવાની રેનોની કટિબદ્ધતા પણ આલેખિત કરે છે.
રેનો ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને કન્ટ્રી સીઈઓ શ્રી વેન્કટરામ એમ. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘‘ઈનોવેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યે અમારી કટિબદ્ધતા અમારી ઓફરો સતત સુધારવા અમને પ્રેરિત કરે છે. સરકાર માન્ય સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ સર્વ મોડેલોમાં રજૂ કરાયા તે અમારા ગ્રાહકો માટે ઈકો-ફ્રેન્ડ્લી અને સ્માર્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી સમર્પિતતાનો દાખલો છે. અમે માનીએ છીએ કે આ પહેલ રેનો કારને વધુ પહોંચક્ષમ અને પ્રેક્ટિકલ બનાવતાં અમારું ભારતમાં સ્થાન વધુ મજબૂત બનાવશે.’’
સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ ઓટોમેટિક અને ટર્બો વેરિયન્ટ્સ સિવાય સર્વ વેરિયન્ટ્સ અને મોડેલ માટે ઉપલબ્ધ છે. સીએનજી કિટ અગ્રતાના વેન્ડર થકી હાથ ધરાતું રેટ્રોફિટ છે, જેમાં હોમોલોગેટેડ કિટનો ઉપયોગ કરાય છે, જે સર્વ સુરક્ષા અને પરફોર્મન્સનાં ધોરણોને પહોંચી વળે છે.
સીએનજી કિટ્સ સાથે રેનો કાર યોગ્ય રીતે પ્રમાણિત હોય છે, જેથી ડ્રાઈવિંગના પરફોર્મન્સ પર કોઈ અસર થતી નથી, જેથી અમારા ગ્રાહકો ઉત્તમ ડ્રાઈવિંગ અનુભવ માણવાનું ચાલુ રાખે તેની ખાતરી રહે છે.
રેનોએ તેની કાર વિશિષ્ટતાઓથી સમૃદ્ધ અને સ્માર્ટ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું હોઈ બજારમાં એસયુવી અને એમવીપી માટે સૌથી વ્યવહારુ પસંદગીમાંથી એક તરીકે તેનું સ્થાન મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે. સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ રજૂ કરીને રેનોએ સક્ષમ અને કાર્યક્ષમ ડ્રાઈવિંગ સમાધાન પ્રત્યે પગલું લીધું છે.
નવી SUV ગ્રાન્ડ વિટારાના પ્લેટફોર્મ અને પાવરટ્રેનને શેર કરી શકે છે, જેમાં 1.5-લિટર પેટ્રોલ અને હાઇબ્રિડ પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે. તેમાં લાંબો વ્હીલબેઝ હશે.
Bharat Mobility Global Expo 2025 : કિયા ઇન્ડિયાએ ઓટો એક્સ્પોમાં નવી કાર્નિવલ રજૂ કરી છે. આ મોડેલનું મુખ્ય આકર્ષણ ટોચ પર એક સ્ટાઇલિશ રૂફ બોક્સ છે.
ડિસેમ્બર 2024માં JSW MG મોટર ઇન્ડિયાનું વેચાણ વાર્ષિક ધોરણે 55 ટકા વધીને 7,516 યુનિટ થયું છે.