નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
નાણાકીય વર્ષ 22-23માાં ઓપરેશન્સ દ્વારા આવકમાાં 34.3% નો વધારો 102% ગ્રોથ સાથે નાણાકીય વર્ષ 22-23માાં EBITDA 149.4 કરોડ થયો
ક્ષેત્રમાં પર્યાવરણ જાળવણીને ઉત્તેજન આપવા માટેના સ્માર્ટ લિવિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી રુશિલ ડેકોર લિ. (BSE: 533470. એનએસઈ: રુશિલ) દ્વારા ત્રિમાસિક તથા 31 માર્ચ, 2023ના આખા વર્ષના ઑડિટ કરેલા સર્વગ્રાહી નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
વિગતો | Q4 FY23 | Q4 FY22 | Y-o-Y% | FY23 | FY22 | Y-o-Y% |
ઓપરેશન્સમાંથી આવક | 213.9 | 195.1 | 9.6% | 838.4 | 624.2 | 34.3% |
EBITDA | 28.2 | 31.6 | (10.6%) | 149.4 | 73.9 | 102% |
EBITDA માર્જિન | 13.2% | 16.2% |
(299bps) |
17.8% | 11.8% | 597 bps |
PAT | 13.6 | 15.4 | (12.0%) | 77.7 | 22.8 | 240.6% |
PAT માર્જિન | 6.34% | 7.90% |
(156bps) |
9.26% | 3.65% | 561 bps |
એમડીએફ તથા લેમિનેન્ટ બિઝનેસમાં મજબૂત ગ્રોથને પગલે કંપનીએ વાર્ષિક 9.6%ના ગ્રોથ સાથે નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 213.9 કરોડની ઓપરેટિંગ રેવન્યૂ નોંધાવી છે. નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 143.1 કરોડની સરખામણીમાં એમડીએફ બિઝનેસ રેવન્યુ નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 11% વધીને રૂ. 159.1 કરોડ થઈ છે – જ્યારે લેમિનેટ્સનો હિસ્સો નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટમાં રૂ. 49.4 કરોડ હતો તે વધીને નાણાકીય વર્ષ-23માં રૂ. 51.3 ટકા થયો.
EBITDA નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 31.6 કરોડ હતો તે નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 28.2 કરોડ થયો જે વાર્ષિક 10.6% નો ઘટાડો દર્શાવે છે, જેનું મુખ્ય કારણ નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં ઓછું ઉપાર્જન અને કાચા માલના ભાવમાં થયેલો આંશિક વધારો છે. નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરમાં થયેલા રૂ. 15.4 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 12.0% ઘટીને રૂ. 13.6 કરોડ થયો. EBITDA માર્જિન અગાઉના વર્ષના ચોથા ક્વાર્ટરના 16.2% થી વિરુદ્ધ નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 299 બીપીએસ ઘટીને 13.2% થયું – જ્યારે PAT માર્જિન નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 6.3% રહ્યું.
31 માર્ચ, 2023ના આખા વર્ષ માટે ઓપરેશન્સમાંથી ચોખ્ખી આવક રૂ. 838.4 કરોડ નોંધાઈ જે 34.3%નો ગ્રોથ દર્શાવે છે, જેમાં એમડીએફ બિઝનેસ રેવન્યૂ મૂલ્યના સંદર્ભમાં 44% તથા વોલ્યુમના સંદર્ભમાં 35%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ-22માં રૂ. 431.1 કરોડની સરખામણીમાં નાણાકીય વર્ષ-23માં MDFનો હિસ્સો રૂ. 620.7 કરોડ રહ્યો. આ જ ગાળામાં લેમિનેટ્સનો હિસ્સો રૂ. 185.5 કરોડની સરખામણીમાં રૂ. 205.9 કરોડ રહ્યો. નાણાકીય વર્ષ-23માં EBITDA Rs. 149.4 કરોડ રહ્યો જે અગાઉના વર્ષે રૂ. 73.9 કરોડ હતો જે વાર્ષિક 102.0% ગ્રોથ દર્શાવે છે.
નાણાકીય વર્ષ-23માં 9.26% માર્જિન સાથે ચોખ્ખો નફો રૂ. 77.7 કરોડ રહ્યો. નાણાકીય પરિણામો અંગે બોલતા રુશિલ ડેકોર લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કૃપેશ જી. ઠક્કરે કહ્યું કે, “માર્ચ 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં EBITDA અને PAT ના અનુક્રમે રૂ. 28.2 કરોડ તથા રૂ. 13.6 કરોડ સાથે અમે રૂ. 213.9 કરોડની આવક કરી છે. લેમિનેટ્સ બિઝનેસમાં અમારા વોલ્યુમમાં વાર્ષિક 11% નો ગ્રોથ જોવા મળ્યો છે. અમારા ત્રિમાસિક એમડીએફ વોલ્યુમમાં વાર્ષિક 22% નો વધારો થયો તથા ત્રિમાસિક ધોરણે 15% નો વધારો થયો જે આ ઉદ્યોગમાં ઊંડે સુધી પહોંચવાની અને નોંધપાત્ર હિસ્સા પર નિયંત્રણ ધરાવવાની અમારી ક્ષમતા દર્શાવે છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન ઓછું ઉપાર્જન, કાચા માલના ભાવમાં આશિંક વધારો તથા આયાતમાં વધારો થવાને કારણે અગાઉના વર્ષની સરખામણીમાં અમારા માર્જિન ઉપર અસર પડી. જોકે ક્ષમતાના વધુ ઉપયોગ તથા અમારી આવકમાં મૂલ્યવર્ધન ઉત્પાદનમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમે આગામી ત્રિમાસિક ગાળામાં વધુ સારું પરફોર્મ કરી શકવાની સ્થિતિમાં છીએ.
આખા વર્ષના સંદર્ભમાં મને એ જણાવતા આનંદ થાય છે કે એમડીએફ તથા લેમિનેટ્સ બિઝનેસમાં આવકની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે બજારમાં આ ઉત્પાદનો માટેની માંગ વધી છે, જેના માટે બાંધકામ ઉદ્યોગમાં તેજી તથા ગ્રાહકો દ્વારા ઘર રિનોવેશન કામગીરીમાં થયેલો વધારો જવાબદાર છે. તે ઉપરાંત, અમે ઉચ્ચ ગુણવત્તાના એમડીએફ તથા લેમિનેટ્સના અગ્રણી સપ્લાયર તરીકે સફળતા પૂર્વક સ્થાપિત કરી શક્યા છીએ, જેથી નવા ગ્રાહકો આકર્ષાયા છે અને રિપિટ બિઝનેસ થઈ રહ્યો છે.
એ પણ વિચારવા જેવું છે કે વોલ્યુમ અને ટૉપલાઇનમાં વધારો થવા સાથે અમે અમારા ઉત્પાદનમાં વધારો કરવા તથા અમારી ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરવા પ્રતિબદ્ધ છીએ જેથી કાર્યક્ષમતા વધે અને ભાવમાં ઘટાડો થાય તેમજ બજારના ટ્રેન્ડને મોનિટર કરવા તથા ગ્રોથ માટેની તકો ઓળખી રહ્યા છીએ જેથી બિઝનેસની સફળતાને ટકાવી શકીએ.”
ઉદ્યોગનાં વલણો અનુસાર, ભારતમાં એમડીએફ ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં મજબૂત ગ્રોથ સાથે આગળ વધશે. આ ગ્રોથ માટે ઘણાં પરિબળ જવાબદાર હશે જેમ કે, એમડીએફના લાભો, તેના વૈવિધ્ય તથા વ્યાપક ઉપયોગો અંગે ગ્રાહકોમાં વધતી જાગ્રતિ તથા પરંપરાગત લાકડાંનાં ઉત્પાદનો સામે વધારે ટકી રહેવાની તેની ક્ષમતા.
મિડિયમ ડેન્સિટી ફાઇબરબોર્ડ એક એવી પ્રોડક્ટ છે જેને વિવિધ ઉપયોગોમાં જરૂરિયાત મુજબ જાડાઈ, કદ તથા આકારમાં તૈયાર કરી શકાય છે. તે લાકડાંનાં પરંપરાગત ઉત્પાદનોની સામે બીજા અનેક લાભ આપે છે, જેમ કે વધુ સ્થિરતા અને વાંકાચૂકા થઈ જવું, તૂટી જવું કે ફાટી જવા જેવી તકલીફો સામે રક્ષણ આપે છે. ઉપરાંત, એમડીએફ-નું વિવિધ કોટિંગ, લેમિનેટ્સ સાથે ફિનિશિંગ કરી શકાય છે જેથી ડેકોરેશનની વિશાળ રેન્જ સર્જી શકાય.
વિકસિત દેશોમાં 70% ની સરખામણીમાં ભારતમાં એમડીએફનો બજાર હિસ્સો માત્ર 30% છે એ હકીકતને ધ્યાનમાં લેતાં ભારતીય બજારમાં તેના વિકાસની પ્રબળ સંભાવના જોવા મળે છે. પરિણામે એમડીએફ ઉદ્યોગમાં વિસ્તરણની તક રહેલી છે જેથી ઓપરેશન્સમાં વિસ્તરણ કરી શકાશે અને બજારમાં નોંધપાત્ર હિસ્સો મેળવી શકાશે.
સમગ્રતયા, ભારતમાં એમડીએફ ઉદ્યોગના ગ્રોથ માટે હકારાત્મક સંજોગો છે, જેમાં બિઝનેસનો વિકાસ થવા ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇન અને તેમના ઘરના ઇન્ટિરિયરમાં ટકાઉ, ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવા માગતા ગ્રાહકો માટે પણ ઉજ્જવળ તક છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 101 ઉત્કૃષ્ટ રેલ્વે અધિકારીઓને પ્રતિષ્ઠિત 69મો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર એનાયત કર્યો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઝોનને 22 શિલ્ડ એનાયત કર્યા હતા.
સુરક્ષા દળોએ શનિવારે સાંજે ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના નદીહાલ વિસ્તારમાં એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરી હતી.
પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે પઠાણકોટમાં ગેંગસ્ટરના એક મોટા મોડ્યુલને તોડી પાડ્યું હતું, બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને ચાર મેગેઝિન અને 14 કારતૂસ સહિત હથિયારો અને દારૂગોળોનો સંગ્રહ કર્યો હતો.