પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ
કામગીરીમાંથી આવક રૂ. 7,200.3 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 12.6% ની વૃદ્ધિ દર્શાવે છે, ચોખ્ખો નફો રૂ. 1,957.4 મિલિયન રહ્યો, વાર્ષિક ધોરણે 31.8%ની વૃદ્ધિ, ચોખ્ખા નફાનું માર્જિન 27.2%
હૈદરાબાદ : કેફિન ટેક્નોલોજીસ લિમિટેડે 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ અને ત્રિમાસિક ગાળા માટે તેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.
નાણાંકીય વર્ષ 2023ના નાણાંકીય પ્રદર્શન પર એક નજરઃ
• કામગીરીમાંથી આવક રૂ. 7,200.3 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 12.6% ની વૃદ્ધિ દર્શાવે છે
• ચોખ્ખો નફો રૂ. 1,957.4 મિલિયન રહ્યો, વાર્ષિક ધોરણે 31.8%ની વૃદ્ધિ, ચોખ્ખા નફાનું માર્જિન 27.2%
• એબિટા રૂ. 2,980.4 મિલિયન, વાર્ષિક ધોરણે 3.5% વધી, એબિટા માર્જિન 41.4% રહ્યું
• ડાયલ્યુટેડ ઈપીએસ વાર્ષિક ધોરણે 23.1% વધીને રૂ. 11.52 પર રહી
• 31 માર્ચ, 2023 ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 3,090.9 મિલિયન રહ્યા
• એકંદર આવકમાં નોન-ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ આવકનો હિસ્સો નાણાંકીય વર્ષ 2023 માં વધીને 29% થયો જે નાણાંકીય વર્ષ 2022માં 26% હતો
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં નાણાંકીય પ્રદર્શન પર એક નજરઃ
• કામગીરીમાંથી આવક રૂ. 1,831.3 મિલિયન રહી હતી, જે વાર્ષિક ધોરણે 1.3% વધી અને ત્રિમાસિક ધોરણે 2.7% ઘટી
• એબિટા રૂ. 838.4 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 0.1% અને ત્રિમાસિક ધોરણે 3.9% વધી,એબિટા માર્જિન 45.8% રહ્યું
• ચોખ્ખો નફો રૂ. 570.2 મિલિયન રહ્યો જે વાર્ષિક ધોરણે 12.1% અને ત્રિમાસિક ધોરણે 6.8% વધ્યો હતો, ચોખ્ખા નફાનું માર્જિન 31.1% રહ્યું
• ડાયલ્યુટેડ ઈપીએ રૂ. 3.32 પર રહી જે વાર્ષિક ધોરણે 3.6% અને ત્રિમાસિક ધોરણે 5.2% વધી
વ્યાપારિક કામગીરી પર એક નજરઃ
• ભારતના પ્રથમ અને અગ્રણી એકાઉન્ટ એગ્રીગેટર OneMoneyમાં 25.63% હિસ્સો હસ્તગત કરીને એકાઉન્ટ એગ્રીગેટર વ્યવસાયમાં પ્રવેશ કર્યો
• કેફિનટેકની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફરિંગને વધારવા અને વેગ આપવા માટેWebileAppsમાં 100% હિસ્સો મેળવ્યો
• એકંદરે AAUM 2 માં વાર્ષિક ધોરણે 7.0% વૃદ્ધિ જોવાઈ જેની સામે ઉદ્યોગની વૃદ્ધિ 5.5% હતી,બજાર હિસ્સો 2 31.6% રહ્યો
• ઈક્વિટી AAUM 2 વાર્ષિક ધોરણે 8.7% વધી જેની સામે ઉદ્યોગની વૃદ્ધિ 10.5% હતી, બજાર હિસ્સો 2 34.5% રહ્યો
• નાણાંકીય વર્ષ 2023માં ઇશ્યુઅર સોલ્યુશન્સ બિઝનેસે રૂ. 100 કરોડની આવકનો મુખ્યસીમાચિહ્ન પાર કર્યો
• વૈકલ્પિક ફંડ્સ 3 ની સંખ્યા 411 રહી, નાણાંકીય વર્ષ 2023 દરમિયાન 143 નવા ફંડ ઉમેર્યા,બજાર હિસ્સો 3 37.4% રહ્યો
• PWM/PMS ક્લાયન્ટ્સ માટે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ડિજિટલ ઓનબોર્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું
• સિંગાપોરમાં પ્રથમ ફંડ એડમિનિસ્ટ્રેશન સોદો જીત્યો 4
• NPS સબ્સ્ક્રાઇબર બેઝ વાર્ષિક ધોરણે 28.0% વધીને 0.96 મિલિયન 3 રહ્યો જેની સામે ઉદ્યોગ માટે બેઝ વાર્ષિક ધોરણે 13.6% વૃદ્ધિ પામ્યો
કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતા, કેફિન ટેક્નોલોજીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી શ્રીકાંત નાડેલાએ જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2022-23 કેફિનટેકની સફરમાં સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે, કારણ કે અમે કંપનીને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સફળતાપૂર્વક
લિસ્ટ કરી છે.
અમે સમગ્ર ભૌગોલિક વિસ્તારોમાં અમારા નાના અને ઝડપથી વિકસતા વ્યવસાયોમાં રોકાણ કરીને વૈવિધ્યીકરણ અને વ્યાપક આધાર વૃદ્ધિ માટેની અમારી વ્યૂહરચનાનો અમલ ઝડપી બનાવ્યો છે. અમે વૈશ્વિક સ્તરે સુસંગત બનવાની અમારી આકાંક્ષાઓને ઝડપી બનાવવા માટે ભારતમાં અને વિદેશમાં નવા ગ્રાહકોને જીતવા માટે હેક્સાગ્રામની ફંડ એડમિનિસ્ટ્રેશન ક્ષમતાઓને સફળતાપૂર્વક સંકલિત કરી છે. એકાઉન્ટ એગ્રીગેટર ઉદ્યોગની વિકસતી ઇકોસિસ્ટમમાં મોટી પ્રગતિ કરવા અને અમારા ગ્રાહકો, ભાગીદારો અને શેરહોલ્ડરો માટે વિશિષ્ટ મૂલ્ય ઉમેરવા માટે અમારી ડિજિટલ ક્ષમતાને એકીકૃત કરવા અમે બે નવા વ્યવસાયોમાં રોકાણ કર્યું છે - OneMoney અને WebileApps. કરકસરયુક્ત અને અસરકારક ઇજનેરી પ્રેક્ટિસ સાથે પ્રતિભા સંલગ્નતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાએ અમને અસ્થિર બજારો અને ફુગાવાના વલણો છતાં સંતોષકારક રીતે નાણાંકીય વર્ષની કામગીરી પૂરી કરવામાં મદદ કરી છે.”
'અમે સિનર્જિસ્ટિક ઈનઓર્ગેનિક તકોને અનુસરવા ઉપરાંત ટેક્નોલોજીની આગેવાની હેઠળની નવીનતા અને અમલીકરણ ક્ષમતાઓની અમારી મુખ્ય શક્તિમાં રોકાણ કરીને અમારી નેતૃત્વ સ્થિતિને વધારવા માટે કેન્દ્રિત છીએ' એમ તેમણે ઉમેર્યુ હતું.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.