વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા
નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રીશ્રી સોમપ્રકાશની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે એકતાનગર વહિવટી સંકુલમાં SoUADTGA ના અધિક કલેક્ટરશ્રી હિમાંશુ પરિખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અધિક કલેક્ટરશ્રી પરીખે સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓને પણ સ્થળ ઉપર યોગ પ્રોટોકોલને લગતી આનુશાંગિક વ્યવ્સ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈવ સ્ક્રીન અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુભાઈ વસાવાએ ગોઠવાયેલ વ્યવસ્થાઓથી અધિક કલેક્ટરશ્રીને વાકેફ કર્યા હતા. “વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં SoUADTGA ના નાયબ કલેક્ટરશ્રી અભિષેક સિન્હા, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી નિર્ભયસિંહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાણી દૂધાત, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના વાહન નિરિક્ષકશ્રી વી.ડી.આસલ, એનઆઈસીના સુશ્રી ફોરમ ઝવેરી સહિત
સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.