રોહિત-દ્રવિડના નિર્ણયથી ઈશાન કિશનને ટીમ ઈન્ડિયાથી દૂર રહેવાની ફરજ પડી હતી.
ઇશાન કિશને ગયા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારપછી એવું કહેવામાં આવ્યું હતું કે ઈશાને તેના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે આ નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેના વાસ્તવિક કારણો સામે આવી રહ્યા છે, જે દર્શાવે છે કે ઈશાન ખૂબ જ ગુસ્સામાં હતો.
ઇશાન કિશન થોડા અઠવાડિયા પહેલા સુધી ભારતીય ક્રિકેટનું ઉભરતું નામ હતું. તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાવિ હતો. તેણે આઈપીએલથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. તેણે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી અને IPLની હરાજીમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે, ઇશાન કિશન એક ઉદાહરણ છે - જો BCCI અવગણશે તો સજા નિશ્ચિત છે. ભારતીય બોર્ડે રણજી ટ્રોફી ન રમવાની સજા તરીકે ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. દેખીતી રીતે આમાં ઈશાનનો દોષ લાગે છે પરંતુ તેનું મુખ્ય કારણ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના કેટલાક નિર્ણયો પણ છે.
યુવા ડાબોડી બેટ્સમેન ઈશાન કિશને માર્ચ 2021માં ટીમ ઈન્ડિયા સાથે T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ટૂંક સમયમાં તેને ODI ટીમમાં પણ તક મળી. ડિસેમ્બર 2022માં, તેણે બાંગ્લાદેશ સામેની ODI મેચમાં સનસનાટીભરી બેવડી સદી ફટકારી હતી. ત્યારપછી ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ઈશાને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ઝડપી અડધી સદી પણ ફટકારી હતી. ઈશાનને ફરી એશિયા કપની શરૂઆતની કેટલીક મેચો રમવા મળી. આ પછી, તે વર્લ્ડ કપ 2023ની પ્રથમ 1-2 મેચમાં પણ ટીમનો ભાગ હતો.
ઈશાનને ચિંતા થવા લાગી
ત્યારબાદ અચાનક ડિસેમ્બરમાં તેણે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માંગ્યો અને ત્યારથી તે ટીમની બહાર છે. તો આ સમય દરમિયાન શું થયું? ક્રિકબઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસ્તવમાં ઇશાન કિશન ટીમ મેનેજમેન્ટના ઘણા નિર્ણયોથી ધીમે ધીમે નારાજ થઈ રહ્યો હતો. બાંગ્લાદેશમાં તેની બેવડી સદી હોવા છતાં, તે પછીની મેચોમાંથી બહાર થઈ ગયો. એશિયા કપમાં કેએલ રાહુલ-શ્રેયસની વાપસી બાદ તેને ફરીથી બહાર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપમાં શુભમન ગિલ ડેન્ગ્યુમાંથી સ્વસ્થ થતાં જ તેને ફરીથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઈશાન આ બધા નિર્ણયોથી ખૂબ નારાજ હતો.
આ નિર્ણયથી ધીરજ તૂટી ગઈ
ટીમ ઈન્ડિયામાં અને અલગ-અલગ પ્રવાસોમાં સતત પસંદગી પામ્યા હોવા છતાં, તેને પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ સ્થાન મળતું હતું અને અંતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેની ધીરજ તૂટી ગઈ. સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં ઈશાનની જગ્યાએ જીતેશ શર્માને વિકેટકીપર તરીકે રમાડવામાં આવ્યો હતો, જ્યારે ઈશાન બેન્ચ પર બેઠો હતો. આ વાતથી ઈશાન ખૂબ જ નાખુશ હતો. ત્યાર બાદ સૌથી મોટો નિર્ણય ટેસ્ટ સીરીઝ દરમિયાન લેવામાં આવ્યો, જ્યારે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં વિકેટકીપર-બેટ્સમેન હશે.
ઈશાનને આશા હતી કે ટેસ્ટ ફોર્મેટમાં નિષ્ણાત કીપર તરીકે તેને પ્રાથમિકતા મળશે પરંતુ એવું બન્યું નહીં. બસ આ એક નિર્ણયથી ઈશાન તૂટી ગયો હતો અને તેણે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા બ્રેક માંગીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારથી તે ટીમથી દૂર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈશાને માનસિક થાકને કારણે બ્રેક લીધો હતો પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ હતી.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. પ્રથમ દાવની જેમ તેણે બીજી ઈનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ટેસ્ટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી. આ ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
બોક્સિંગ ડે ટેસ્ટમાં સદીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટમાં ત્રીજા દિવસે એક સદી અને એક બેવડી સદી જોવા મળી હતી. આ રીતે એક મોટો રેકોર્ડ બન્યો.
Nitish Reddy: ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડીએ શાનદાર બેટિંગ કરી હતી અને તેણે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.