રોહિતે બનાવી રેકોર્ડની શ્રેણી, વિરાટ પણ પાછળ ન રહ્યો, સચિનનો વધુ એક મોટો રેકોર્ડ કબજે કર્યો
વિરાટ કોહલીઃ અફઘાનિસ્તાન સામેની મેચમાં રોહિત શર્માએ સદી ફટકારીને એક પછી એક ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા અને ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા. પરંતુ આ મેચમાં માત્ર રોહિત જ નહીં પરંતુ વિરાટ કોહલીએ પણ એક રેકોર્ડ બનાવ્યો હતો.
Virat Kohli Most Runs in World Cup: Virat Kohli: અફઘાનિસ્તાન સામેની મેચમાં રોહિત શર્માએ સદી ફટકારીને એક પછી એક ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા અને ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા. પરંતુ આ મેચમાં માત્ર રોહિત જ નહીં પરંતુ વિરાટ કોહલીએ પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ સચિન તેંડુલુકરના વર્ષો જૂના રેકોર્ડને તોડીને પોતાનું નામ નોંધાવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતે આ મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવીને વર્લ્ડ કપ 2023ની બીજી જીત નોંધાવી છે.
આ મેચમાં રોહિત શર્માએ સુકાનીપદની ઇનિંગ રમતા શાનદાર 131 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે ઘણા મહાન રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો ક્રિસ ગેલ (553)નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. હવે રોહિત (556) નંબર વન પર આવી ગયો છે. આ સિવાય તે ભારત માટે વર્લ્ડ કપ ઈતિહાસમાં રનનો પીછો કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (127*)ના નામે હતો.
વિરાટ કોહલીએ આ મેચમાં 55 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. આ ઇનિંગ સાથે કોહલીએ સચિનનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે વિરાટ કોહલીએ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો સચિનના રેકોર્ડને તોડી નાખ્યો છે. સચિને ODI અને T20 બંને ફોર્મેટમાં વર્લ્ડ કપ મેચોની 44 ઇનિંગ્સમાં કુલ 2278 રન બનાવ્યા હતા. તેને પાછળ છોડીને કોહલીએ 53 ઇનિંગ્સમાં 2311 રન બનાવ્યા છે.
વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી (2311) આ યાદીમાં ટોચ પર છે. તેના પછી મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (2278) છે. ત્રીજા સ્થાને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારા છે, જેમણે 65 ઇનિંગ્સમાં 2193 રન બનાવ્યા હતા, જ્યારે આ યાદીમાં ચોથા સ્થાને વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ છે. ગેઈલે 65 ઇનિંગ્સમાં 2151 રન ઉમેર્યા હતા.
તાજેતરમાં એસવીઆઈટી વાસદ ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસ ની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે.
ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સદીની હેટ્રિક લગાવી છે. આ ખેલાડી ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. પરંતુ આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં આ સ્ટાર પર કોઈએ દાવ લગાવ્યો ન હતો.
વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં વૈશાલીનો સામનો ચીનની ઝુ જિન્અર સામે થશે. વૈશાલીએ જ્યોર્જિયાના ગ્રાન્ડમાસ્ટર નાના જગ્નીડઝે અને રશિયાની વેલેન્ટિના ગુનિનાને હરાવ્યા હતા.