રોલ્સ-રોય્સ રજૂ કરે છે Cullinan Series II, વિશ્વની અગ્રણી સુપર-લક્ઝરી એસયુવીનું બોલ્ડ ઇવોલ્યુશન
નવી ટેક્નોલોજી, નવા મટિરિયલ્સ, કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાયેલા ડિઝાઇન અપડેટ્સ અને બીસ્પોક થકી સ્વ-અભિવ્યક્તિ માટે નવીન તકોને સંકલિત કરીને અમે આ મોટર કાર વિશે અમારા ક્લાયન્ટ્સને જે કંઈ ગમે છે તે જાળવી રાખ્યું છે જેથી તેનું નિરંતર આકર્ષણ સુનિશ્ચિત થઈ શકે.
રોલ્સ-રોય્સ રજૂ કરે છે Cullinan Series II, વિશ્વની અગ્રણી સુપર-લક્ઝરી એસયુવીનું બોલ્ડ ઇવોલ્યુશન
· રોલ્સ-રોય્સ રજૂ કરે છે Cullinan Series II: વિશ્વની પ્રખ્યાત સુપર-લક્ઝરી એસયુવીનું બોલ્ડ ઇવોલ્યુશન
· એડવાન્સ્ડ ડિજિટલ ઇન્ટરફેસ, SPIRIT અને પ્રાઇવેટ મેમ્બર્સ એપ, Whispers ને ઇન્ટિગ્રેટ કરે છે
· નવી ક્લોક કેબિનેટ વિટ્રીન સ્પિરિટ ઓફ એક્સ્ટસીને Cullinanના ઇન્ટિરિયરમાં સમાવિષ્ટ કરે છે
· ઇન્ટિરિયર પેલેટમાં નવા બોટાનિકલ મટિરિયલ્સ અને મોર્ડન ક્રાફ્ટ ટેક્નિક્સનો સમાવેશ થાય છે
· નવી ડ્યુઆલિટી ટ્વિલ સીટિંગ 2.2 મિલિયન સ્ટ્રેચીસ અને 11 માઇલ્સ સુધીના થ્રેડ્સને સમાવે છે
· રોલ્સ-રોય્સ હોમ પરના ક્લાઉડ્સથી પ્રેરિત નવી મૂકાયેલી પર્ફોરેશન સીટ પેટર્ન અને 1,07,000 સુધીના ઇન્ડિવિડ્યુઅલ પર્ફોરેશન્સનો સમાવેશ કરે છે
· Cullinan Series II બદલાતા લક્ઝરી કોડ્સ અને ક્લાયન્ટ યુઝ કેસીસને પ્રતિસાદ આપે છે
· Cullinan ટોચના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સૌથી વધુ માંગ દરાવતી રોલ્સ-રોય્સ છે
· લોન્ચ સમયે Black Badge Cullinan Series II ઉપલબ્ધ જે રોલ્સ-રોય્સની વ્યાપક વ્યાખ્યા ઇચ્છતા લોકો માટે તૈયાર કરાઇ છે
2018માં Cullinan એ સુપર-લક્ઝરી મોટરિંગની નવેસરથી વ્યાખ્યા કરી હતી જેનાથી રોલ્સ-રોય્સના ક્લાયન્ટ્સને કોઈ ચોક્કસ વિસ્તાર કે વિશ્વના કોઈપણ ખૂણાની દરકાર વિના બ્રાન્ડની હોલમાર્ક જાદુઈ કાર્પેટ રાઇડનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવ્યા હતા. છેક ત્યારથી છ વર્ષના ગાળામાં Cullinanએ એકદમ નવા જ ક્લાયન્ટ્સ ગ્રુપને રોલ્સ-રોય્સ તરફ આકર્ષ્યા છે અને રોલ્સ-રોય્સ મોટર કાર શું છે તથા તેના માલિક માટે તેનું મહત્વ શું છે તેની ધારણાને સમૂળગી બદલી નાખી છે. Cullinan Series II તેની સફળતાના આધાર પર બનાવવામાં આવી છે. નવી ટેક્નોલોજી, નવા મટિરિયલ્સ, કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાયેલા ડિઝાઇન અપડેટ્સ અને બીસ્પોક થકી સ્વ-અભિવ્યક્તિ માટે નવીન તકોને સંકલિત કરીને અમે આ મોટર કાર વિશે અમારા ક્લાયન્ટ્સને જે કંઈ ગમે છે તે જાળવી રાખ્યું છે જેથી તેનું નિરંતર આકર્ષણ સુનિશ્ચિત થઈ શકે.
પહેલી ગુડવુડ બિલ્ટ રોલ્સ-રોય્સ લોન્ચ થઈ ત્યારથી ડિઝાઇનર્સે દરેક મોડલને તેની પોતાની અદ્વિતીય સુંદરતા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. મોટર કારની કલ્પના થાય અને તેની સમગ્ર આવરદા દરમિયાન તે પહેલા અમારા ક્લાયન્ટ્સ તરફથી સીધી જ મેળવેલી વિસ્તૃત આંતરદ્રષ્ટિ પર દરેક કાર આધારિત છે. Cullinan Series II આ અભિગમ પરથી બનેલી છેઃ આજના સુપર-લક્ઝરી ગ્રાહકોની પ્રાથમિકતાઓ સાથે વધુ એનર્જેટિક, ફોકસ્ડ અને એક્સપ્રેસિવ. તેના નવા અવતારમાં Cullinan Series II સરળ, સર્વત્ર રહે છે જે તેના સિદ્ધાંતોને પ્રમાણિક રહે છે અને તેની ગુણવત્તાઓ જાળવી રાખે છે જેનાથી આ મોટર કારને આટલી સફળતા મળી છે. સાથે સાથે, તે Cullinan ના ઓરિજિનલ ફોર્મના સ્ટેટમેન્ટમાં ઉમેરો કરતી અને નિખરતી વધુ વૈભવતા પર આધારિત સાચી પ્રગતિ અને વિકાસને દર્શાવે છે.
2018માં લોન્ચ થયેલી ઓરિજિનલ Cullinan વિશ્વની પ્રથમ સુપર-લક્ઝરી એસયુવી હતી જે એક અનોખી અને પરિપૂર્ણ હતી. પર્ફોર્મન્સ અને એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી, તેની પાસે પૃથ્વી પરના સૌથી વધુ આકરા અને પ્રતિકૂળ વાતાવરણ જેવી અસલી ઓફ-રોડ ક્ષમતાઓ હોવી જરૂરી હતી. સાથે સાથે ગમે તેવા માર્ગ પર અત્યંત આરામ અને સિગ્નેચર ‘મેજિક કાર્પેટ રાઈડ’ પૂરી પાડે તે જરૂરી હતું. તે અનન્ય સુપર-લક્ઝરી એસયુવી કરતાં ઓછી ન હોવી જોઈએ - મજબૂત છતાં રિફાઇન્ડ, અનસ્ટોપેબલ છતાં શાંત, સહજ, સર્વત્ર. તેની સફળતા વિશ્વભરમાં રોલ્સ-રોય્સની સૌથી મહત્વાકાંક્ષી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે અને આજે Cullinan અગ્રણી પોર્ટફોલિયોમાં સૌથી વધુ માંગ ધરાવતી રોલ્સ-રોય્સ છે.
મોટર કારની અસાધારણ સફળતાને જોતાં અને વિશ્વના દરેક ક્ષેત્રમાં ગ્રાહકો તરફથી અવિશ્વસનીય સકારાત્મક પ્રતિભાવને જોતાં ‘રોલ્સ-રોય્સ ઓફ એસયુવી’ની નવી અભિવ્યક્તિને આકાર આપવાની કામગીરી કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. માર્કના ડિઝાઇનર્સ, એન્જિનિયરો અને કારીગરોએ અડધા દાયકા દરમિયાન વિશ્વભરમાં ફેલાયેલી અમારી પ્રાઇવેટ ઓફિસીસ સહિત ક્લાયન્ટ્સ તરફથી મળેલા વિગતવાર પ્રતિસાદ, જે બ્રાન્ડની પોતાની ઇન્ટેલિજન્સ છે, અને નવી ટેક્નોલોજીના સહારે Cullinanને તૈયાર કરી હતી. તેના નવા સ્વરૂપમાં, જે રોલ્સ-રોય્સના ઇતિહાસમાં સૌથી વધુ વ્યાપક સિરીઝ 2 ડેવલપમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે, તે બદલાતા લક્ઝરી કોડ્સ અને વિકસતી વપરાશ પેટર્નને પ્રતિસાદ આપે છે જ્યારે Cullinanની અભૂતપૂર્વ લોકપ્રિયતાને આધાર આપતી આવશ્યક લાક્ષણિકતાને જાળવી રાખે છે.
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...