બજારમાં 2 લાખ કરોડનું નુકસાન, પશ્ચિમ એશિયામાં તણાવના કારણે શેરબજારમાં ભૂકંપ
આજે શેરબજારમાં સતત પાંચમા દિવસે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યા છે. બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
શેરબજારમાં ઘટાડો ચાલુ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે બજારમાં વેચવાલી ચાલુ છે. શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યા છે. સેન્સેક્સ 522.82 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને 64,049.06 પર બંધ થયો હતો. બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ ઇન્ડેક્સ 659.72 પોઇન્ટ અથવા 1.02 ટકા ઘટીને 63,912.16 પોઇન્ટ પર હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 159.60 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 19,122.15 પોઈન્ટ પર આવી ગયો છે.
BSEના માર્કેટ કેપમાં રૂ. 2.03 લાખ કરોડનો ઘટાડો થયો છે. સોમવારે BSEનું એમ-કેપ રૂ. 3,11,30,724.40 કરોડ હતું, જે આજે બજાર બંધ થતાં વધીને રૂ. 3,09,26,846.62 કરોડ થયું હતું.
સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, ટાઇટન અને એક્સિસ બેંકમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને નેસ્લેના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.