સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાશે, સાયબર ક્રાઇમ પર રોક લગાવવામાં આવશે
New SIM Card Rules: સિમ કાર્ડ ખરીદવા માટેના નવા નિયમો આજથી એટલે કે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યા છે. હવે જથ્થાબંધ સિમ કાર્ડ ખરીદનારા રિટેલર્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત બની ગયું છે. આમ ન કરવા પર 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
New SIM Card Rules: નવું સિમ કાર્ડ ખરીદવાના નિયમો 1 જાન્યુઆરી, 2024 થી બદલાઈ ગયા છે. દૂરસંચાર વિભાગે ઓગસ્ટ 2023માં આ માહિતી આપી હતી.
સાયબર ફ્રોડની વધતી જતી ઘટનાઓને જોતા સરકારે જથ્થાબંધ સિમ કાર્ડ ખરીદવા માટે નવો નિયમ બનાવ્યો છે. એટલું જ નહીં, આ નવા નિયમમાં 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે. આ નવા નિયમના અમલ બાદ નકલી સિમ કાર્ડ દ્વારા થતા સાયબર ગુનાઓ પર અંકુશ લગાવી શકાશે. આવો, જાણીએ સિમ કાર્ડ ખરીદવાના આ નવા નિયમ વિશે…
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2023માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પેપર આધારિત KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમ 1 જાન્યુઆરી, 2024થી બદલાશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે સાયબર ગુનાઓ પર અંકુશ લગાવવા માટે આ નવો નિયમ લાવ્યો છે.
કાગળ આધારિત કેવાયસીમાં, સિમ કાર્ડ ડીલરો એક જ દસ્તાવેજ પર બહુવિધ સિમ કાર્ડ મેળવતા હતા. આ નકલી સિમકાર્ડનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે થતો હતો. ગયા વર્ષે સરકારે આવા 5 લાખથી વધુ નકલી સિમકાર્ડ રદ કર્યા હતા.