SAKSHAM 2023 : ઈવી રેલી અને સાયક્લોથોનનું શહેરમાં આયોજન
700થી પણ વધુ ઈલેકટ્રીક વ્હીકલ ચાલકો અને સાયકલીસ્ટોએ નેટ ઝીરો ઉત્સર્જન તરફ ઉર્જા સંરક્ષણનો સંદેશો પ્રસરાવ્યો
અમદાવાદ : તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ સક્ષમ 2023 24.04.2023 થી 08.05.2023 દરમિયાન યોજાઈ રહ્યો છે. આ પ્રવૃત્તિની થીમ ગ્રીન એન્ડ ક્લીન ઊર્જાની જાગૃતિ તેમજ નેટ ઝીરો એમિશન છે.આ સંદેશાને પ્રસરાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈ) લિ. જેવી ઓઈલ કંપનીઓએ પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન)નાં સહયોગમાં આજે શહેરનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈલેકટ્રીક વ્હીકલ રેલી અને સાયકલોથોન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500 વધુ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને 200 સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં હાજર રહેલા 200થી પણ વધુ ઈલેકટ્રીક વ્હીકલ ચાલકો અને સાયકલિસ્ટોને આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એમ અન્ના દુરાઈએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે એચપીસીએલનાં જનરલ મેનેજર રીટેલ એન્જીનીયરીંગ શ્રી કૃષ્ણકુમાર ગુપ્તા, ગેઈલ (ઈન્ડિયા)લિ.નાં ઝોનલ જનરલ મેનેજર શ્રી ગિરીજાશંકર, બીપીસીએલના ડીઝીએમ શ્રી દિનેશ દેખણે તથા ઓઈલ કં૫નીઓનાં અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી એમ અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે આપણા સંસાધનોને બચાવવા માટે SAKSHAM-2023 ની વર્તમાન થીમ પર પણ ભાર મૂક્યો હતો જે "નેટ ઝીરો ઉત્સર્જન તરફ ઉર્જા સંરક્ષણ" છે અને લોકોને આ સંરક્ષણમાં ભાગ લેવા અને ભાવિ પેઢીને તેનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. આ થીમના સંદર્ભમાં આજે અમે ઈલેકટ્રીક વ્હીકલ રેલી અને સાયકલોથોન આયોજન કર્યું હતું. તેમણે વધુમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો.
ઈલેકટ્રીક વ્હીકલ રેલી અને સાયકલોથોનમાં પણ 700થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર આ પ્રવૃત્તિઓથી બળતણનાં સંરક્ષણનો સંદેશો વહેતો થયો હતો. આ પ્રવૃત્તિઓનો હેતુ જનસમુદાયમાં બળતણની બચત સ્વચ્છ ઉર્જાનો ફાયદો ૫ર્યાવરણીય પ્રદુષણને ઘટાડવા જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.