સેમ્કોએ તેની ટ્રેડ એપીઆઈ લોન્ચ કરી: મોટા-વોલ્યુમ ટ્રેડર્સ માટે અલ્ગો ટ્રેડિંગમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવે છે
ભારતમાં અગ્રણી ઓનલાઈન સ્ટોક બ્રોકર સેમ્કો સિક્યોરિટીઝ સેમ્કો ટ્રેડ એપીઆઈનું લોન્ચિંગ કરતાં ખુશી અનુભવે છે. ભારતમાં શેરબજારમાં અપ્રતિમ કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે મોટા વોલ્યુમમાં સોદા કરવા માટે અલ્ગો ટ્રેડર્સને સશક્ત બનાવવા માટે તૈયાર કરાયેલી આ એક શક્તિશાળી સર્વિસ છે.
ભારતમાં અગ્રણી ઓનલાઈન સ્ટોક બ્રોકર સેમ્કો સિક્યોરિટીઝ સેમ્કો ટ્રેડ એપીઆઈનું લોન્ચિંગ કરતાં ખુશી અનુભવે છે. ભારતમાં શેરબજારમાં અપ્રતિમ કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે મોટા વોલ્યુમમાં સોદા કરવા માટે અલ્ગો ટ્રેડર્સને સશક્ત બનાવવા માટે તૈયાર કરાયેલી આ એક શક્તિશાળી સર્વિસ છે. સેમ્કો ટ્રેડ એપીઆઈ એ રેસ્ટ એપીઆઈનો એક વ્યાપક સંપુટ છે જે ટ્રેડર્સને વેપારની શક્યતાઓની દુનિયામાં સીમલેસ એક્સેસ પ્રદાન કરે છે. આ ટેક-સક્ષમ સર્વિસ અલ્ગોરિધમિક ટ્રેડર્સ માટે તેમની પોતાની ટ્રેડિંગ વ્યૂહરચના સરળતાથી બનાવવા, પરીક્ષણ કરવા અને અમલમાં મૂકવા માટે સક્ષમ કરીને ઘણી તકો ખોલે છે. અનુભવી ટ્રેડર્સની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવાયેલી સેમ્કો ટ્રેડ એપીઆઈ ભારતમાં અલ્ગો ટ્રેડિંગના લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે.
સેમ્કો ગ્રૂપના સ્થાપક અને સીઈઓ જિમીત મોદીએ ટ્રેડ એપીઆઈના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યુ હતું કે “સેમ્કો ટ્રેડ એપીઆઈ ટ્રેડર્સને અત્યાધુનિક સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. અમે ટ્રેડર્સને તેમના નાણાંકીય લક્ષ્યો હાંસલ કરવા માટે સશક્ત કરવામાં વિશ્વાસ રાખીએ છીએ અને ટ્રેડ એપીઆઈ એ પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. મોટા- વોલ્યુમમાં સોદા કરવાની ક્ષમતા, 30 વર્ષના એડજસ્ટેડ ઐતિહાસિક ડેટાની એક્સેસ અને ઉપયોગ
માટે ઝીરો ચાર્જીસના આનંદ સાથે, અમને વિશ્વાસ છે કે સેમ્કો ટ્રેડ એપીઆઈ અલ્ગો ટ્રેડિંગમાં નવા ધોરણો સ્થાપિત કરશે.”
1. ઝીરો યુઝર ચાર્જીસ: સેમ્કો ટ્રેડ એપીઆઈ વપરાશકર્તાઓને એપીઆઈ ઉપયોગ માટે ઝીરો ચાર્જીસનો અનોખો લાભ આપે છે, જે સુનિશ્ચિત કરે છે કે ટ્રેડર્સ ઊંચી ફીના બોજ વિના તેમની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
2. હાઇ-સ્પીડ ટ્રેડિંગ: પ્રતિ સેકન્ડે પ્રભાવશાળી 200 ઓર્ડરને હેન્ડલ કરવાની ક્ષમતા સાથે, ટ્રેડર્સ રીઅલ-ટાઇમમાં બજારની તકોનો લાભ ઉઠાવીને ઝડપથી અને કાર્યક્ષમ રીતે સોદા કરી શકે છે.
3. 30 વર્ષનો ઐતિહાસિક બજાર ડેટા: સેમ્કો ટ્રેડ એપીઆઈ એ એકમાત્ર સર્વિસ છે જે ઐતિહાસિક એડજસ્ટેડ ડેટા અને 30 વર્ષના એડજસ્ટેડ ઐતિહાસિક ડેટાના સમૃદ્ધ ભંડારની એક્સેસ પ્રદાન કરે છે, જે ટ્રેડર્સને બજારના વલણોની ઊંડી સમજને આધારે માહિતગાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે.
4. કોઈ પણ જાતના ચાર્જીસ વિના લાઈવ સ્ટ્રીમિંગ: ટ્રેડર્સ લાઈવ સ્ટ્રીમિંગ ડેટાને એક્સેસ કરી શકે છે, જેથી તેઓ બજારની નવીનતમ ગતિવિધિ સાથે જોડાયેલા રહે અને કોઈપણ ખર્ચ કર્યા વિના સમયસર, ડેટા આધારિત નિર્ણયો લઈ શકે.
5. યુઝર ફ્રેન્ડલી એપીઆઈ ડોક્યુમેન્ટેશનઃ સેમ્કો ટ્રેડ એપીઆઈ સાહજિક એપીઆઈ ડોક્યુમેન્ટેશન પ્રદાન કરે છે, જે ટ્રેડર્સ માટે સરળ ડ્રેગ-એન્ડ-ડ્રોપ ટૂલ્સ સાથે તેમના ટ્રેડિંગ અલ્ગોરિધમ્સને ડિઝાઇન, મોડીફાઈ અને મોનિટર કરવાનું સરળ બનાવે છે.
6. બેક-ટેસ્ટિંગ માટે મજબૂત માર્કેટ ડેટા: ટ્રેડર્સ તેમની વ્યૂહરચનાઓને મજબૂત બેક-ટેસ્ટિંગ માર્કેટ ડેટાબેઝનો ઉપયોગ કરીને ટેસ્ટમાં મૂકી શકે છે અને મહત્તમ પર્ફોર્મન્સ માટે તેમના અલ્ગોરિધમ્સને ઓપ્ટિમાઇઝ કરી શકે છે.
7. માર્કેટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ્સની વ્યાપક પસંદગી: સેમ્કો ટ્રેડ એપીઆઈ શેરો, ફોરેક્સ, કોમોડિટીઝ અને અન્ય સાથે ટ્રેડર્સને તેમના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવા સહિત માર્કેટ્સ અને ઈન્સ્ટુરમેન્ટ્સની વિવિધ રેન્જની એક્સેસ પ્રદાન કરે છે.
8. સુરક્ષિત અને વિશ્વસનીય એક્ઝિક્યુશન: એપીઆઈ યુઝર્સને શ્રેષ્ઠ બ્રોકિંગ પ્લેટફોર્મ અને એક્સચેન્જો સાથે જોડે છે, જે ઝડપ અને ચોકસાઈ સાથે ઓર્ડરના સુરક્ષિત અને વિશ્વસનીય અમલની ખાતરી કરે છે.
9. મલ્ટી-લેંગ્વેજ સુસંગતતા: સેમ્કો ટ્રેડ એપીઆઈ Python, Java, JavaScript અને NodeJS જેવી લોકપ્રિય પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે સુસંગત છે, જે ટ્રેડર્સને લાઇવ માર્કેટ ફીડ્સ, ઓર્ડર્સ, લાઇવ પોઝિશન્સ અને અન્યની ઓપન એક્સેસ પ્રદાન કરે છે.
સેમ્કો ટ્રેડ એપીઆઈ ઝડપ, ડેટા એક્સેસ અને કિફાયતીપણાના સંદર્ભમાં ટ્રેડર્સને અપ્રતિમ લાભ પ્રદાન કરવા માટે તૈયાર છે. ભલે તમે એક અનુભવી અલ્ગો ટ્રેડર હોવ અથવા શેરબજારમાં તમારી મુસાફરીની શરૂઆત કરી રહ્યા હોવ, સેમ્કો ટ્રેડ એપીઆઈ એ ટ્રેડિંગ શક્યતાઓની દુનિયામાં તમારું પ્રવેશદ્વાર છે.
સેમ્કો ટ્રેડ એપીઆઈ વિશે વધુ માહિતી માટે અને તમારી શરૂઆત કરવા માટે કૃપા કરીને http://www.samco.in/tradeapi ની મુલાકાત લો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.