SANY ઇન્ડિયા EXCON 2023 ખાતે બાંધકામ ટેકનોલોજીના ભવિષ્યનું વિઝન રજૂ કરે છે
બાંધકામ સાધનોની અગ્રણી ઉત્પાદક SANY ઇન્ડિયાએ દક્ષિણ એશિયામાં સૌથી મોટા બાંધકામ સાધનોના પ્રદર્શન એવા EXCON ખાતે અસંખ્ય ક્રાંતિકારી બાંધકામ સાધનો રજૂ કર્યા હતા.
બેંગલોર : બાંધકામ સાધનોની અગ્રણી ઉત્પાદક SANY ઇન્ડિયાએ દક્ષિણ એશિયામાં સૌથી મોટા બાંધકામ સાધનોના પ્રદર્શન એવા EXCON ખાતે અસંખ્ય ક્રાંતિકારી બાંધકામ સાધનો રજૂ કર્યા હતા. ચાલુ વર્ષે કુલ થઇને 44 મશિનો દર્શાવવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ વખત મુકવામાં આવેલા 15 નવા મોડેલ્સ, ભૂમિકાર્ય, ખોદકામ, ભારે લિફ્ટીંગ, ઊંડા ફાઉન્ડેશન વર્ક્સ, ખાણ પ્રવૃત્તિઓ, માર્ગ બાંધકામ અને પોર્ટ સાધનો જેવા વિવિધ ઉપયોગો માટે અદ્યતન ઇલેક્ટ્રિક મશિન્સનો પણ સમાવેશ થાય છે, જે ઉદ્યોગને પ્રસ્થાપિત કરવામાં વધુ એક કદમ સાર્થક કરે છે. આ ઇલેક્ટ્રિક મશિન્સ સુરક્ષા, ઉત્પાદકતા અથવા કાર્યક્ષમતા સાથે સમાધાન કર્યા વિના ચડીયાતી કરકસરપૂર્ણ ઓપરેશન ડિલીવર કરે છે જે બાંધકામમાં વધુ ટકાઉ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરે છે.
SANY ઇન્ડિયા "નયે ભારત કા નિર્મતા" તરીકે ઓળખાવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. હાલમાં, 30,000થી વધુ Sany મશીનો દેશભરમાં મોટા અને નાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે, જે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને આકાર આપનારા મુખ્ય ખેલાડી તરીકે તેમની સ્થિતિને મજબૂત બનાવે છે.
આ પ્રસંગે બોલતા, SANY અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક ગર્ગએ જણાવ્યું હતું કે, “અમે Excon 2023 ખાતે ઉત્પાદનોની અમારી નવીનતમ શ્રેણીનું અનાવરણ કરવા માટે રોમાંચિત છીએ, જે બાંધકામ ઉદ્યોગમાં અગ્રેસર નવીનીકરણ માટે SANY ઇન્ડિયાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. જેમ જેમ આપણે ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ તેમ, આ અત્યાધુનિક ઉત્પાદનો જેમાં ઇલેક્ટ્રિક મશીનો પણ સામેલ છે તે અમારી સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
SANY ઇન્ડિયા ખાતે, અમે અમારા ગ્રાહકોને અદ્યતન, કરકસરપૂર્ણ ઉકેલો પ્રદાન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ જે માત્ર તેમની અપેક્ષાઓને પૂર્ણ કરતા નથી પરંતુ તેનાથી પણ વધુ છે. વિવિધ ક્ષેત્રોમાં 15 નવી મશીનોનું લોન્ચિંગ શ્રેષ્ઠતા પ્રદાન કરવા અને માળખાકીય લેન્ડસ્કેપમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા સમર્પણને રેખાંકિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ નવીનતાઓ ઉદ્યોગના ધોરણોને ફરીથી નિર્ધારિત કરશે, જે માત્ર મશીનરી જ નહીં પરંતુ બાંધકામના ભાવિ તરફ ટકાઉ અને કાર્યક્ષમ માર્ગ પ્રદાન કરશે. પ્રગતિ, ટકાઉપણું અને ગ્રાહક સંતોષ માટે અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે, અને અમે આ ઇલેક્ટ્રિક મશીનો બાંધકામ ક્ષેત્ર પર જે પરિવર્તનકારી અસર કરશે તે અંગે અમે ઉત્સાહિત છીએ”.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.