શેર દલાલે ગેરન્ટેડ રિટર્નની આપેલી ખાતરીનાં આધારે અનુગ્રહ સ્ટોક બ્રોકરનાં ગ્રાહકોએ કરેલી અરજીને SATએ ફગાવી
NSEની મેમ્બર કોર સેટલમેન્ટ ગેરન્ટેડ ફન્ડ કમિટીએ પસાર કરેલા વિવિધ ઓર્ડર્સને પડકારતી અનુગ્રહ સ્ટોક એન્ડ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડનાં નીચેનાં ગ્રાહકોએ દાખલ કરેલી 14 અપીલને અને તેમણે કરેલા દાવાને 15 મે, 2023નાં રોજ સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) એ ફગાવી દીધાં હતાં.
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) ની મેમ્બર કોર સેટલમેન્ટ ગેરન્ટેડ ફન્ડ કમિટી (કમિટી)એ પસાર કરેલા વિવિધ ઓર્ડર્સને પડકારતી અનુગ્રહ સ્ટોક એન્ડ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ (અનુગ્રહ)નાં નીચેનાં ગ્રાહકોએ દાખલ કરેલી 14 અપીલને અને તેમણે કરેલા દાવાને 15 મે, 2023નાં રોજ સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) એ ફગાવી દીધાં હતાં.
ગ્રાહક મૂળ દાવામાં અરજકરર્તાએ ક્લેમ કરેલી રકમ (અંદાજિત) ટ્રેડિંગ મેમ્બર
1 અગમ શાહ Rs. 36,68,678.85 અનુગ્રહ
2 છાયા ભાટીયા Rs. 28,52,173.02 અનુગ્રહ
3 દિલીપ મહેતા Rs. 21,81,595.23 અનુગ્રહ
4 કબીર કપૂર Rs. 1,06,20,504.80 અનુગ્રહ
5 કલ્પના મહેતા Rs. 27,37,704.45 અનુગ્રહ
6 મણીલાલ ગાલા Rs. 5,14,146 અનુગ્રહ
7 નમ્રતા ડાભલાવાલા Rs. 21,85,914.14 અનુગ્રહ
8 નીના દોશી Rs. 25,40,995.23 અનુગ્રહ
9 નિર્મલાબેન શાહ Rs. 29,73,309.50 અનુગ્રહ
10 પ્રિતી દોશી Rs. 29,46,265.87 અનુગ્રહ
11 રેખા ગાલા Rs. 38,25,038 અનુગ્રહ
12 રોહન ચંદ Rs. 1,44,41,296.3 અનુગ્રહ
13 સમીર શાહ HUF Rs. 58,71,977 અનુગ્રહ
14 સોનલ શાહ Rs. 50,72,032.50 અનુગ્રહ
આ ગ્રાહકો એનએસઇના રજીસ્ટર્ડ ટ્રેડિંગ મેમ્બર અનુગ્રહમાં રજીસ્ટર્ડ હતા. ગ્રાહકોએ અનુગ્રહ સાથે ખાતા ખોલાવ્યા હતા અને ટ્રેડિંગ માટે વિવિધ તબક્કામાં વિવિધ રકમ જમા કરાવી હતી અને માર્જિન મની પેટે કેટલાંક શેરો જમા કરાવ્યા હતા. સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને એનએસઇના પ્રવર્તમાન નિયમનો પ્રમાણે ટ્રેડિંગ મેમ્બર્સ (સ્ટોક બ્રોકર્સ) તેનાં ગ્રાહકોને એશ્યોર્ડ રિટર્ન્સ/ગેરન્ટીડ રિટર્ન્સની ખાતરી ન આપી શકે. આ ઉપરાંત, ટ્રેડિંગ મેમ્બર્સ પાસેથી આ પ્રકારની સેવા મેળવતા ગ્રાહકો એનએસઇનાં બાય લોઝ હેઠળ કોઈ પણ પ્રકારનાં લાભ લેવાને પાત્ર નથી.
વર્ષ 2020માં એનએસઇએ અનુગ્રહનું ફોરેન્સિક ઓડિટ હાથ ધર્યું હતું, જેમાં એવું તારણ બહાર આવ્યું હતું કે, તે તેનાં ગ્રાહકોને ફિક્સ્ડ રિટર્નની ખાતરી સાથે ડેરિવેટિવ્સ એડવાઇઝરી સર્વિસિસ (‘DAS’) ઓફર કરી રહી છે અને સંભવતઃ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (‘PMS’)નાં સ્વરૂપમાં સંભવતઃ આ કામગીરી કરી રહી છે. 26 નવેમ્બર, 2020નાં રોજ એનએસઇએ બાય લોઝ હેઠળ અનુગ્રહને ડિફોલ્ટીંગ ટ્રેડિંગ મેમ્બર જાહેર કરી. તેને પગલે આ ગ્રાહકોએ એનએસઇમાં દાવો દાખલ કરીને ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફન્ડમાંથી વળતરની માંગણી કરી. એનએસઇનાં બાય લોઝ પ્રમાણે એનએસઇ દ્વારા ડિફોલ્ટર જાહેર થતાં ટ્રેડિંગ મેમ્બર્સનાં ગ્રાહકો દ્વારા થતાં વળતરનાં દાવા (જેની ટોચ મર્યાદા એનએસઇ દ્વારા સમયાંતરે નિયત કરવામાં આવે છે) સરભર કરવા ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફન્ડ જાળવવામાં આવે છે.
બાય લોઝમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મંજૂરી વગરનાં અથવા એનએસઇનાં બાય લોઝ, નિયમો અને નિયમનો પ્રમાણે મંજૂર ન હોય અથવા ન કરવામાં આવ્યા હોય તેવા સિક્યોરિટી સોદામાં કોન્ટ્રાક્ટમાંથી થયેલા આવા દાવાઓને નહીં સ્વીકારવામાં આવે. અનુગ્રહ દ્વારા તેનાં ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી DAS ની ઓફર પ્રતિબંધિત હતી અને તેથી, એનએસઇના બાય લોઝ પ્રમાણે ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફન્ડ હેઠળ માન્ય નહોતી.
તેથી, એનએસઇએ એ આધાર પર દાવા ફગાવી દીધા કે ગ્રાહક અનુગ્રહ પાસેથી DAS મેળવતા હતા.
ગ્રાહકોએ આ ઓર્ડરને SAT માં પડકાર્યો. અપીલમાં ગ્રાહકોએ દલીલ કરી કે તેમણે સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન્સ દ્વારા શેરોનું ખરીદ વેચાણ કર્યું હતું અને અનુગ્રહે કરેલું પે-આઉટ કોઇ એશ્યોર્ડ રિટર્ન સંબંધિત નથી. પોતાની આ દલીલનાં ટેકામાં કેટલાંક ગ્રાહકોએ પોતાની કોન્ટ્રાક્ટ નોટ્સ પણ જોડી હતી. જો કે, SAT ને માલુમ પડ્યું કે અપીલ સાથે જોડેલી કોન્ટ્રાક્ટ નોટ્સમાં અનુગ્રહ દ્વારા ગ્રાહકોને ચૂકવવાનાં એશ્યોર્ડ રિટર્ન (વળતરની ખાતરી) સાથે કોઇ લેવાદેવા નથી. SAT ને વધુમાં જાણવા મળ્યું કે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ રેગ્યુલેશન રૂલ્સ, 1957ની જોગવાઇઓ પ્રમાણે સિક્યોરિટીઝ કે કોમોડિટી ડેરિવેટિવ્સ સિવાયનાં અન્ય કોઇ પણ બિઝનેસ (કોઇ પર્સનલ ફાઇનાન્સિયલ લાયાબિલિટી સાથે ન સંકળાયેલા બ્રોકર કે એજન્ટ સિવાય)માં સંકળાયેલી વ્યક્તિ એક્સચેન્જનાં મેમ્બર તરીકે ચૂંટાવવાને પાત્ર નથી. SATએ એમ પણ ઠરાવ્યું હતું કે, અનુગ્રહ દ્વારા તેનાં ગ્રાહકોને ફિક્સ્ડ રિટર્નની ખાતરી સહિતની પૂરી પાડેલી DAS પ્રતિબંધિત હતી અને એનએસઇનાં બાય લોઝ હેઠળ ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફન્ડ હેઠળ માન્ય નથી.
SATને જાણવા મળ્યું કે, ગ્રાહકોને મળેલું પે-આઉટ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર હાથ ધરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન્સ વિરુધ્ધ નહોતું, પણ તે એશ્યોર્ડ રિટર્નનાં સ્વરૂપમાં હતું, જે પ્રતિબંધિત હતું. આ સાથે SATએ તમામ 13 ગ્રાહકોએ ફાઇલ કરેલી અપીલને ફગાવી દીધી હતી. SAT દ્વારા પાસ કરવામાં આવેલા ઓર્ડરની નકલ આપના રેફરન્સ માટે બીડેલી છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.