એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને મિર્ચીએ સ્પેલ બીની 13મી આવૃત્તિ રજૂ કરવા માટે સહયોગ કર્યો; ભારતની મુખ્ય જોડણી સ્પર્ધા
સ્પેલ બી - 'સ્પેલમાસ્ટર્સ ઓફ ઈન્ડિયા'ની શરૂઆત સાથે, એસબીઆઈ લાઈફ અને મિર્ચીનો ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટતાના વાતાવરણને ઉત્તેજન આપવાનો છે, યુવા દિમાગને તેમની આકાંક્ષાઓને આગળ ધપાવવા માટે સશક્તિકરણ કરવાનો છે.
દેશની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સે સ્પેલ બી- સ્પેલમાસ્ટર્સ ઑફ ઇન્ડિયા'ની 13મી આવૃત્તિ રજૂ કરવા માટે દેશની નંબર વન મ્યુઝિક એન્ડ એન્ટરટેઈનમેન્ટ કંપની મિર્ચી સાથે જોડાણ કર્યું છે.આ એસોસિએશન દેશભરના યુવા માઈન્ડને તેમના સપનાઓને અનુસરવા અને અમૂલ્ય જીવન કૌશલ્યમાં શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહન આપતું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતની સૌથી મોટી સ્પેલિંગ સ્પર્ધા સ્પેલ બી ધોરણ 5થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે, તેનો ઉદ્દેશ્ય યુવાનોના કૌશલ્યોનું સન્માન કરવા, તેમની બુદ્ધિને વધુ તીણી બનાવી તેમના આત્મવિશ્વાસને વધારવા માટે પોઝિટીવ માહોલ આપવાનો છે.
સ્પેલ બીની 13મી આવૃત્તિમાં 30 શહેરોની 350 શાળાઓના 3,00,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાની શક્યતા છે. ટોચના 75 વિદ્યાર્થીઓ નેશનલ સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થશે અને માત્ર ટોચના 16 વિદ્યાર્થીઓ જ ગ્રાન્ડ ફાઈનલમાં ભાગ લેશે, જે ફક્ત Disney+ પર પ્રસારિત થશે. વિજેતાને INR 1, 00,000ના ભવ્ય ઇનામની સાથે ડિઝનીલેન્ડ, હોંગકોંગની તમામ ખર્ચાઓ સાથે મુલાકાત લેવાની તક પણ હશે. આ ભાગીદારી અંગે એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના બ્રાન્ડ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆરના ચીફ રવિન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, “એસબીઆઈ લાઈફમાં અમે સતત એવી તકો શોધી રહ્યા છીએ જે વ્યક્તિઓને તેમની
સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરે છે. જે પોતાના જીવનમાં સફળતા હાંસિલ કરવાની સફર વહેલી શરૂ કરે.
અમે માનીએ છીએ કે દરેક બાળકમાં ઉત્કૃષ્ટ થવાની અનન્ય ક્ષમતા હોય છે, જેથી તેમને યોગ્ય સાધનો અને પ્લેટફોર્મ પ્રદાન કરીને, અમારું લક્ષ્ય શિક્ષણ અને ગ્રોથમાં પ્રોત્સાહન આપવાનું છે. એસબીઆઈ લાઇફની સ્પેલ બી સાથેની ભાગીદારી - સ્પેલમાસ્ટર્સ ઓફ ઈન્ડિયા યુવા દિમાગને તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અને તેમને માન્ય પ્લેટફોર્મ પર ઓળખ સ્થાપિત કરવાની તક સાથે સક્ષમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે અને અમને આ શૈક્ષણિક પહેલનો ભાગ બનવાનો ખૂબ જ ગર્વ છે. અમે માનીએ છીએ કે સ્પેલિંગ એ એક અત્યંત મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે પોતાને વધુ સારી અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. જેના માધ્યમથી અમે માત્ર શિક્ષણશાસ્ત્રમાં જ નહીં પરંતુ બાળકોના વિકાસના તમામ પાસાઓમાં, યુવા માઈન્ડની શક્યતાઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત છીએ. આ ભાગીદારી સમગ્ર રાષ્ટ્રમાં બાળકોને સકારાત્મક આકાર આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે કામ કરે છે. અમારા દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપનારા અમૂલ્ય ભાવિ નાગરિકો બનાવવા માટે અમે આ પ્રવાસ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”
મિર્ચીના સહયોગમાં એસબીઆઈ લાઈફ સ્પેલ બીની 13મી આવૃત્તિ અંગે ENIL, મિર્ચીના સીઈઓ, યતિશ મેહરિષીએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે દાયકામાં, મિર્ચીએ પ્રોપર્ટી, શો અને સોલ્યુશન્સનો સમૃદ્ધ પોર્ટફોલિયો વિકસાવ્યો છે, જે વિવિધ સમુદાયોને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવ્યો હતો. અમે આ વર્ષે સ્પેલ બીની 13મી આવૃત્તિની શરૂઆત કરતાં અમારી પરંપરાને જાળવી રાખવા ઉપરાંત બાળકોને પ્રેરણા આપવા, જોડાવવા અને વિકાસ માટે મિર્ચીની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરીએ છીએ. અમારું સમર્પણ આપણા દેશ માટે વધુ ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્યને આકાર આપવા, વિવિધ ડોમેન્સ પર વધુ તકો અને પ્લેટફોર્મ બનાવવા માટે છે.”
પ્રમોશનના ભાગ રૂપે, રેડિયો મિર્ચીના જાણીતા આરજે શાળાઓ અને માતાપિતાઓને આ પહેલ પ્રત્યે આકર્ષવા રેડિયો ચેનલ પર આ અંગે માહિતી અને અન્ય સંબંધિત વિગતોનો ઉલ્લેખ કરાશે. પીઆર, ડિજિટલ વગેરેના માધ્યમથી પણ અન્ય પ્રમોશનલ પ્રવૃત્તિઓ અનુસરશે. સ્પેલ બી – સ્પેલમાસ્ટર્સ ઓફ ઈન્ડિયાની પહેલ એ એસબીઆઈ લાઈફ દ્વારા વિજેતાને માત્ર નાણાકીય પુરસ્કાર આપવા પૂરતી જ નહીં પરંતુ સમગ્ર દેશના બાળકોના સર્વાંગી વિકાસમાં પણ મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.