એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ‘24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર લોંચ કરનાર ભારતની પ્રથમ ખાનગી જીવન વીમા કંપની બની
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ભારતની સૌથી વિશ્વસનીય પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી પોલિસીઓ સંબંધિત ખરીદી પહેલાં અને પછીની પૂછપરછનાં જવાબ આપવા તેનાં વિશેષ 24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટરનાં લોંચની જાહેરાત કરી હતી.
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ભારતની સૌથી વિશ્વસનીય પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી પોલિસીઓ સંબંધિત ખરીદી પહેલાં અને પછીની પૂછપરછનાં જવાબ આપવા તેનાં વિશેષ 24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટરનાં લોંચની જાહેરાત કરી હતી. ટોલ ફ્રી નંબર 18002679090 છે. આમ, એસબીઆઇ લાઇફ સંપૂર્ણપણે કસ્ટમર કેર સપોર્ટ નંબર લોંચ કરનાર દેશની પ્રથમ ખાનગી જીવન વીમા કંપની બની છે, જે ગ્રાહકોને અનુભવ પૂરો પાડવા અને તેમની તેમની સગવડતા પ્રમાણે વીમા જરૂરિયાતો/પૂછપરછનો જવાબ આપવાની કંપનીની પ્રતિબધ્ધતા સાથે એકરૂપતા ધરાવે છે.
એસબીઆઇ લાઇફનું 24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર વર્ષનાં 365 દિવસ વર્તમાન અને સંભવિત ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. 24X7 કસ્ટમર કેર સપોર્ટ દ્વારા વીમા કંપની તાલીમબધ્ધ પ્રોફેશનલ્સ સાથે સરળતાથી વાતચીતની સુવિધા પૂરી પાડે છે. કોન્ટેક્ટ સેન્ટર વીમા યોજનાઓ અંગે ટેકનિકલ મદદ પૂરી પાડશે અથવા ગ્રાહકને તેની ખરીદી કે અનુભવ અંગે ગ્રાહકનાં પ્રશ્નોનાં જવાબ આપશે. ચોવીસ કલાક સપોર્ટ ટીમ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકને તેની સગવડતા પ્રમાણે સમસ્યાનું સંતોષકારક સમાધાન મળી જાય છે.
24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર લોંચ કરતા એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ મહેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “ખાનગી જીવન વીમા ક્ષેત્રમાં ગ્રાહક અનુભવ પુનઃવ્યાખ્યાયિત કરવાનાં અમારા મિશનની દિશામાં આજનો દિવસ મહત્વપૂર્ણ હરણફાળ છે. 24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર શરૂ થવાથી અમે દેશભરનાં ગ્રાહકો સાથે
જોડાયેલાં રહીશું અને ગ્રાહકોને તેમની પોલિસી અથવા વીમા પ્રોડક્ટ્સ સંબંધિત પૂછપરછોનો એ જ સમયે ઉપાય કરીશું. આ પહેલ અમારા તમામ કાર્યમાં ગ્રાહકને કેન્દ્રસ્થાને મૂકવાની અમારી અતૂટ સમર્પિતતાનું પ્રમાણ છે. વીમો માત્ર પોલિસી પૂરતી મર્યાદિત નથી, તેનાંથી વિશેષ છે. વીમો એ વિશ્વાસ, ભરોસો અને મનના શાંતિની વાત છે. અમારો ડેડિકેટેડ કસ્ટમર કેર સપોર્ટ માત્ર સગવડ પૂરતો મર્યાદિત નથી, તે વીમા દ્વારા પૂરા પાડવામાં આવતા રક્ષણ અને તકોની ઊંડી સમજણ આપવા માટે છે. અમે ગ્રાહકોને ચોવીસ કલાક મદદ માટે તૈયાર છીએ ત્યારે અમે દરેક વ્યક્તિને સશક્ય, શિક્ષીત કરવાની યાત્રા શરૂ કરી રહ્યા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ કોન્ટેકેટ સેન્ટર શરૂ કરવાનો હેતુ ગ્રાહકોને જવાબ, સોલ્યુશન્સ અને એકંદરે સકારાત્મક અનુભવ આપવાનો છે. અમારા ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવાની અમારી પ્રતિબધ્ધતા અમારી એ માન્યતાના મૂળમાં રહેલી છે કે વ્યક્તિગત રીતે માનવીય આદાનપ્રદાનથી સંખ્યાબંધ ગ્રાહકોને વીમાનું મૂલ્ય સમજવામાં મદદ મળશે. અમને આશા છે કે આ પ્રકારની પહેલથી ગ્રાહક સંબંધો મજૂબત રહેશે અને અમે તેમને સારી રીતે સેવા પૂરી પાડી શકીશું.” કસ્ટમર કેર સપોર્ટની વર્તમાન ક્ષમતાને કારણે અમે વર્ષે 13 લાખ કોલ હેન્ડલ કરી શકીએ છીએ. કંપનીની ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ(IVRS) માં 13 સેલ્ફ સર્વિસ વિકલ્પો છે. આ નવી સેવાનાં અમલીકરણથી કંપની આ સેવાને વધુ વિસ્તૃત કરવાનો ધ્યેય ધરાવે છે.
24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર શરૂ કરવાથી એસબીઆઇ લાઇફ ખાનગી જીવન વીમા ક્ષેત્રમાં ગ્રાહક સેવાની દિશામાં નવા માપદંડ પ્રસ્થાપિત કરવા માટે સજ્જ છે. આ નવી સેવાનાં અમલીકરણથી કંપનીને આ આંક વધવાનો વિશ્વાસ છે. વીમા નિયમનકાર સંસ્થા IRDAI દ્વારા નક્કી કરવામાં આવેલાં ‘2047 સુધીમાં તમામને વીમો’નાં લક્ષ્ય અને આ લક્ષ્યને હાંસલ કરવા એસબીઆઇ લાઇફની પ્રતિબધ્ધતાને જોતાં આ આંકમાં સકારાત્મક વધારો થવાનો નિશ્ચિત છે. વીમા કંપનીએ તાજેતરમાં યુપીમાં તેની 1000મી શાખાનું ઉદઘાટન કરીને તમામ માટે 2047 સુધીમાં વીમાનાં લક્ષ્ય પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.