SBI Life Insuranceએ 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 29,589 કરોડનું નવું બિઝનેસ પ્રીમિયમ નોંધાવ્યું
રેગ્યુલર પ્રીમિયમમાં 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા સમાન વર્ષ કરતાં 17%નો વધારો થયો છે
દેશની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સે 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 29,589 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ નોંધાવ્યું હતું જે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 25,457 કરોડ હતું.
રેગ્યુલર પ્રીમિયમમાં 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા સમાન વર્ષ કરતાં 17%નો વધારો થયો છે. સુરક્ષા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને એસબીઆઈ લાઇફનું પ્રોટેક્શન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 3,636 કરોડ હતું જે 19% ની વૃદ્ધિ દર્શાવે છે. પ્રોટેક્શન ઈન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષમાં 6%ની વૃદ્ધિ નોંધાઈ છે અને તે રૂ. 996 કરોડ રહ્યું છે. ઈન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા સમાન વર્ષમાં 27% વૃદ્ધિ સાથે રૂ. 20,906 કરોડ રહ્યું છે.
એસબીઆઈ લાઇફનો કરવેરા પછીનો નફો 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 1,721 કરોડ રહ્યો હતો.
કંપનીનો સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2023 ના રોજ 1.50 ની નિયમનકારી જરૂરિયાત સામે 2.15 પર મજબૂત રહેવાનું ચાલુ રહ્યો છે.
એસબીઆઈ લાઇફની એયુએમ પણ 31 માર્ચ, 2022 ના રોજ રૂ. 2,67,409 કરોડથી 15%ના દરે વધીને 31 માર્ચ, 2023ના રોજ ₹3,07,339 કરોડ રહી હતી., જેમાં ડેટ-ઇક્વિટી મિક્સ 71:29 હતું. 94% થી વધુ ડેટ રોકાણ AAA અને સોવરિન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં છે. કંપની 2,75,374 પ્રશિક્ષિત ઈન્શ્યોરન્સ પ્રોફેશનલ્સનું વૈવિધ્યસભર વિતરણ નેટવર્ક ધરાવે છે અને દેશભરમાં 992 ઓફિસો સાથે વિશાળ હાજરી ધરાવે છે, જેમાં મજબૂત બેન્કેસ્યોરન્સ ચેનલ, એજન્સી ચેનલ અને કોર્પોરેટ એજન્ટો, બ્રોકર્સ, પોઈન્ટ ઓફ સેલ પર્સન (POS), ઈન્શ્યોરન્સ માર્કેટિંગ કંપનીઓ, વેબ એગ્રીગેટર્સ અન ડાયરેક્ટ બિઝનેસ જેવા અન્યનો સમાવેશ થાય છે.
31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટેનું પ્રદર્શન
• 27% વૃદ્ધિ અને 24.3% ના બજાર હિસ્સા સાથે ₹20,906 કરોડના વ્યક્તિગત NBPમાં પ્રાઈવેટ
માર્કેટ લીડરશીપ.
• APE 18% વધીને રૂ. 16,815 કરોડ થઈ.
• પ્રોટેક્શન NBP 19% વધીને રૂ. 3,636 કરોડ થઈ.
• વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ (VoNB) 37% વધીને રૂ. 5,067 કરોડ થઈ.
• VoNB માર્જિન 420 bps વધીને 30.1% થયું.
• એમ્બેડેડ વેલ્યુ પર ઓપરેટિંગ રિટર્ન 22.8% છે.
• ચોખ્ખો નફો 14% વધીને રૂ. 1,721 કરોડ થયો.
• 2.15 નો મજબૂત સોલ્વન્સી રેશિયો.
• એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 3,07,339 કરોડ થઈ
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024 થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 12 ટકાનો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારી ઠરાવ (GR) મુજબ, DA 443 ટકાથી સુધારીને 455 ટકા કરવામાં આવ્યો છે.
આજના કારોબારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો.
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.