એસબીઆઇએ ‘મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ’ લોંચ કર્યું, ઘરઆંગણા સુધી નાણાકીય સમાવેશીકરણ
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ સુવિધાઓનો લાભ મેળવવામાં સુલભતા અને સગવડતામાં વધારો કરવાની દિશામાં એક નોંધપાત્ર પગલું ભરતાં તેના એફઆઇ ગ્રાહકો માટે ‘મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ’ રજૂ કરવાની જાહેરાત કરી છે.
મુંબઇ: દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ સુવિધાઓનો લાભ મેળવવામાં સુલભતા અને સગવડતામાં વધારો કરવાની દિશામાં એક નોંધપાત્ર પગલું ભરતાં તેના એફઆઇ ગ્રાહકો માટે ‘મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ’ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નવીન પહેલનું અનાવરણ એસબીઆઇના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશીકરણને સશક્ત કરવાનું તથા જનતા સુધી આવશ્યક બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાનો છે.
મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ કિઓસ્ક બેન્કિંગને સીધા ગ્રાહકના ઘર સુધી લાવીને બેન્કિંગ સુલભતામાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે. તે કસ્ટમર સર્વિસ પોઇન્ટ (સીએસપી) એજન્ટોને તેઓ જ્યાં પણ હોય ત્યાં ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે. આ પહેલ વિશેષ કરીને એવા ગ્રાહકોને લાભ કરશે કે જેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને કારણે સીએસપી આઉટલેટ્સ એક્સેસ કરવામાં પડકારોનો સામનો કરે છે.
મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઈસ તેના શરૂઆતી તબક્કામાં પાંચ કોર બેંકિંગ સેવાઓ પૂરી પાડશે જેમ કે રોકડ ઉપાડ, રોકડ જમા, ફંડ ટ્રાન્સફર, બેલેન્સ ઈન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ, જે એસબીઆઇના સીએસપી આઉટલેટ્સ ઉપર કરવામાં આવેલા કુલ વ્યવહારોના 75 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વધુમાં બેંક ટૂંક સમયમાં સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નોંધણી, ખાતું ખોલાવવા, રેમિટન્સ અને કાર્ડ આધારિત સેવાઓ જેવી સેવાઓનો સમાવેશ કરીને તેની ઓફરિંગને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાએ આ પહેલ વિશે તેમનું વિઝન રજૂ કરતાં કહ્યું હતું કે, “અમારું લક્ષ્ય વિશેષ કરીને બેંકિંગ સુવિધાઓથી વંચિત તથા સમાજના દરેક વર્ગો માટે બેંકિંગ સુવિધાઓ સુલભ બનાવવાનો છે, જેથી નાણાકીય સમાવેશીકરણની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય. મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસની રજૂઆત સાથે ગ્રાહકો તેમના ઘરેથી ટ્રાન્ઝેક્શનનો સરળ અને બેજોડ અનુભવ મેળવશે. આ ટેક્નોલોજી-આધારિત પહેલ નાણાકીય સમાવેશીકરણને વ્યાપક બનાવવાની તથા ડિજિટાઇઝેશન દ્વારા અમારા ગ્રાહકોને ઘરઆંગણે અનુકૂળ બેંકિંગ પૂરું પાડીને સામાજિક કલ્યાણની એસબીઆઇની કટીબદ્ધતા દર્શાવે છે.”
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા 1-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, મીડિયા 1-1 ટકા વધ્યા હતા.
અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે તે સંભાવના દર્શાવી છે કે સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો સ્ટોક ₹2000 પ્રતિ શેર સુધી પહોંચી શકે છે અને તેના કારણે મોતીલાલ ઓસવાલે રોકાણકારોને સિગ્નેચર ગ્લોબલના સ્ટોક ખરીદવાની સલાહ આપી છે.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં એક-એક ટકાનો વધારો નોંધાયો છે. ઓટો ઈન્ડેક્સમાં 3.5 ટકા અને આઈટી ઈન્ડેક્સમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો.