SBIએ 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને એટીએમ દ્વારા ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ શરૂ કરી
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 68મા બેંક દિવસની ઊજવણીના ભાગરૂપે તેની વિસ્તૃત ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન, 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW) સુવિધાઓ લોન્ચ કરી હતી.
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 68મા બેંક દિવસની ઊજવણીના ભાગરૂપે તેની વિસ્તૃત ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન, 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW) સુવિધાઓ લોન્ચ કરી હતી. ‘YONO ફોર એવરી ઈન્ડિયન’ સાથે હવે કોઈપણ બેંકના ગ્રાહકને YONOના નવા અવતારમાં સ્કેન અને પે, કોન્ટેક્ટ્સ દ્વારા ચૂકવણી, રિક્વેસ્ટ મની જેવી UPI સુવિધાઓ પ્રાપ્ત થશે. આ માઈલસ્ટોન અપગ્રેડ દરેક ભારતીય નાગરિકને સમાવિષ્ટ અને ગ્રાહક-કેન્દ્રિત ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે એસબીઆઈની પ્રતિબદ્ધતાને વધુ વિસ્તૃત કરે છે.
2017માં તેની શરૂઆત થઈ ત્યારથી બેંકનો ડિજિટલ ચહેરો બનેલી YONO 6 કરોડથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ સાથે દેશની સૌથી વિશ્વસનીય મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનોમાંની એક તરીકે ઉભરી આવી છે. નાણાંકીય વર્ષ 2023માં જ 64% એટલે કે 78.60 લાખ બચત ખાતાં YONO દ્વારા ડિજિટલી હસ્તગત કરવામાં આવ્યા હતા. YONO એપનું અપગ્રેડેડ વર્ઝન અન્ય બેંકોના ગ્રાહકોને YONO પ્રવાસ શરૂ કરવા માટે સશક્ત કરશે, જેનાથી તેમને સતત વિકસતા એસબીઆઈ પરિવારનો એક ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરશે.
ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ સુવિધાના શરૂ કરવા સાથે એસબીઆઈ અને અન્ય બેંકો બંનેના ગ્રાહકો 'UPI QR Cash' કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને કોઈપણ બેંકના ICCW-સક્ષમ એટીએમમાંથી સરળ રીતે રોકડ ઉપાડી શકે છે. એટીએમ સ્ક્રીન પર પ્રદર્શિત સિંગલ-યુઝ ડાયનેમિક QR કોડ દ્વારા વ્યવહારની સુવિધા આપવામાં આવશે. વપરાશકર્તાઓ તેમની UPI એપ્લિકેશન પર ઉપલબ્ધ સ્કેન અને પે સુવિધાનો ઉપયોગ કરીને સરળતાથી રોકડ ઉપાડી શકે છે.
આ ઉત્કૃષ્ટ સુવિધા રોકડ ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવે છે, સાથેસાથે તે ગ્રાહકો માટે ઉન્નત સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. પિન દાખલ કરવાની અથવા ડેબિટ કાર્ડને ફિઝિકલી હેન્ડલ કરવાની જરૂરિયાતને દૂર કરીને, ICCW સુવિધા શોલ્ડર સર્ફિંગ અથવા કાર્ડ ક્લોનિંગ સાથે સંકળાયેલા
જોખમોને ઘટાડે છે. ગ્રાહકો યુઝર-ફ્રેન્ડલી અને સુરક્ષિત ડિજિટલ ચેનલ દ્વારા ત્વરિત રોકડ ઉપાડના લાભોનો આનંદ માણી શકે છે, જે તેમને ઝંઝટ-મુક્ત બેંકિંગ અનુભવ પ્રદાન કરે છે.
નવીન અને ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન્સ પહોંચાડવાની બેંકની પ્રતિબદ્ધતાના ભાગરૂપે એસબીઆઈ તેના ડિજિટલ પ્લેટફોર્મને સક્રિયપણે મજબૂત કરી રહી છે. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી દિનેશ ખારાએ જણાવ્યું હતું કે, 'એસબીઆઈ અત્યાધુનિક ડિજિટલ બેંકિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે સમર્પિત છે જે દરેક ભારતીયને નાણાંકીય સ્વતંત્રતા અને સગવડતા સાથે સશક્ત બનાવે છે. YONO એપને સરળ તથા આનંદદાયક ડિજિટલ અનુભવ માટે અમારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને સુધારવામાં આવી છે. આ 'YONO ફોર એવરી ઈન્ડિયન' મિશનને વાસ્તવિકતા બનાવવાના અમારા ધ્યેયને વધુ પરિપૂર્ણ કરશે.'
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.