SEMICON India 2023: પીએમ મોદીએ 'સેમિકોન ઈન્ડિયા'નું કર્યું ઉદ્ઘાટન
SEMICON India Gandhinagar : સેમિકોન ઈન્ડિયા 2023નું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે.
PM નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટરને લગતી ટેક્નોલોજી દર્શાવવામાં આવશે. સેમિકોન ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેર અપડેટ કરવું જરૂરી છે, તે જ રીતે આ પ્રોગ્રામ પણ છે. SEMCON India દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓ સાથેના સંબંધો અપડેટ થાય છે. હું પણ માનું છું કે સંબંધોમાં સમન્વય માટે આ જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે ભારતના ડિજિટલ સેક્ટર અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. થોડા વર્ષો પહેલા ભારત આ ક્ષેત્રમાં ઊભરતું ખેલાડી હતું અને આજે વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આપણો હિસ્સો અનેકગણો વધી ગયો છે. 2014માં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન $30 બિલિયન કરતાં ઓછું હતું. આજે તે 100 અબજ ડોલરને પાર કરી ગયો છે.
સેમિકોન ઈન્ડિયા 2023ના કાર્યક્રમમાં વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ માત્ર 2 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ભારતમાં બનેલા મોબાઈલ ફોનની નિકાસ બમણી થઈ છે. જે દેશ એક સમયે મોબાઈલ ફોનનો આયાતકાર હતો તે આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે તકોની આખી દુનિયા છે. બે વર્ષમાં ભારતમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બમણીથી વધુ થઈ છે. હું માનું છું કે વિશ્વમાં આપણે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જોઈ રહ્યા છીએ તે ભારતીય આકાંક્ષાઓથી પ્રેરિત છે. ભારતમાં સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે. સેમીકન્ડક્ટરને લગતો અભ્યાસક્રમ ભારતની 300 કોલેજોમાં શરૂ થશે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,