SMC કેપિટલ્સે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ સાથે ભાગીદારી દ્વારા તેની વૈશ્વિક M&A કામગીરીનું વિસ્તરણ કર્યું
અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એસએમસી કેપિટલ્સે ભારતીય કંપનીઓને વિદેશમાં એમએન્ડએ તકો માટે વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ (www.translinkcf.com) સાથે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટ્રાન્સલિન્કનાં વૈશ્વિક નેટવર્ક અને નિપુણતા દ્વારા એસએમસી કેપિટલની આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત કરે છે.
અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એસએમસી કેપિટલ્સે ભારતીય કંપનીઓને વિદેશમાં એમએન્ડએ (મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સ) તકો માટે વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ (www.translinkcf.com) સાથે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટ્રાન્સલિન્કનાં વૈશ્વિક નેટવર્ક અને નિપુણતા દ્વારા એસએમસી કેપિટલની આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત કરે છે.
ત્રણ દાયકાથી પણ વધુના સ્થાનિક અનુભવ સાથે એનાલિટિકલ એપ્રોચ ધરાવતી એસએમસી ભારતની કંપનીઓની સાંસ્કૃતિક અને બિઝનેસની જટિલતાઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપીને બિઝનેસને યોગ્ય વૈશ્વિક ભાગીદારો શોધી આપવા માટે સજ્જ છે. 35 દેશોમાં વ્યાપક નેટવર્ક ધરાવતી ટ્રાન્સલિન્ક ભારતીય ઉદ્યોગસાહસિકો માટે પુષ્કળ સંભાવનાઓને છૂટી કરે છે.
ભાગીદારી અંગે ટિપ્પણી કરતા એસએમસી કેપિટલના ડિરેક્ટર શ્વેતા અગરવાલે જણાવ્યું હતું કે, “ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ સાથેની આ રોમાંચક ભાગીદારીથી એસએમસી યુરોપ, એશિયા અને અમેરિકામાં ટ્રાન્સલિન્કની મજબૂત હાજરી દ્વારા વૈશ્વિક જોડાણ કરવા માંગતી ભારતીય કંપનીઓ માટે વ્યાપક તકો પૂરી પાડી શકશે. એસએમસીમાં અમને સ્થાનિક બજાર અને આઇટી /ITes થી માંડીને હેલ્થકેર, એફએમસીજી અને મેન્યુફેક્ચરિંગ સુધીનાં સેક્ટર્સ અંગેનાં જ્ઞાનનું ગર્વ છે. આ જોડાણ દ્વારા અમે અમારી આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓનું વિસ્તરણ કરી શકીશું અને અમારા ભારતીય ગ્રાહકોને વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં સોલ્યુશન્સની શ્રુંખલા ઓફર કરી શકીશું.”
“અનુભવનો વિશાળ ખજાનો ધરાવતી એસએમસી કેપિટલ્સ વિશિષ્ટ નિપુણતા ધરાવે છે. અમારો વ્યૂહ જથ્થાત્મક અને ગુણાત્મક પધ્ધતિઓનો ઉપયોગ કરે છે. મહત્તમ બિઝનેસ જોડાણોને ઓળખવા માટે કંપની સાતત્યપૂર્ણ હથોટી ધરાવે છે. વૈવિધ્યપૂર્ણ બિઝનેસ અને સાંસ્કૃતિક પ્રદેશોમાં કંપનીઓને માર્ગદર્શન આપવાની અમારી કુશળતા અમને સોદો કરવાની પ્રક્રિયાને સરળ અને વિસ્તૃત કરવામાં સુસજ્જ કરે છે. ટ્રાન્સલિન્કનાં વિસ્તૃત વૈશ્વિક નેટવર્ક સાથે અમે સ્થાનિક ઓફરને સમૃધ્ધ કરવા અને અમારી આંતરરાષ્ટ્રીય એમએન્ડએ ક્ષમતાઓને મજબૂત કરવા સજ્જ છીએ.”
ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ ચેરમેન ડેવિડ સ્ટ્રેમ્પેલે જણાવ્યું હતું કે, “ટ્રાન્સલિન્ક સાથે એસએમસી કેપિટલ જોડાયા તે બદલ અમે ખરેખર ખુશ છીએ. વિશ્વભરનાં અમારા ગ્રાહકો માટે ભારત હંમેશા ભારે આતુરતાનો વિષય રહ્યો છે. ભારતમાં અમારા પાર્ટનર તરીકે એસએમસી કેપિટલને કારણે અમને તેમનાં સઘન નેટવર્કનો લાભ મળશે. અમને ખાતરી છે કે ભારત સાથેનાં અમારા વિદેશી સોદાનાં પ્રવાહમાં વધારો થશે.”
એસએમસી કેપિટલ્સ અને ટ્રાન્સલિન્ક વચ્ચે સીમલેસ નોલેજ શેરિંગને કારણે ભારતીય કંપનીઓ વ્યાપક નેટવર્કનો લાભ લઈ શકશે, તેમને સ્થાનિક માહિતી અને અપવાદરૂપ સોદા અમલીકરણની ક્ષમતાનો અને ભારત તથા વિદેશમાં સ્થાનિક સપોર્ટ સાથે સરહદ પારનાં વ્યવહારમાં નિપુણતાનો લાભ મળશે. આ સેક્ટરમાં ટ્રાન્સલિન્કનાં નોલેજને કારણે ભારતીય કંપનીઓને વિદેશની કંપનીનાં બિઝનેસની ક્ષમતા અને સોદાનાં પરિમાણોની ઊંડી સમજ મળશે.
બીજી બાજુ, ભારતમાં એસએમસીનાં વ્યાપક નેટવર્ક અને VC/PE ઇન્વેસ્ટી કંપનીઓ સુધીની પહોંચને કારણે આ ભાગીદારી ભારતનાં બજારની વૃધ્ધિ અને ટેકનોલોજીકલ સુધારાનો લાભ લેવા માંગતાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાસભર, વ્યૂહાત્મ સોદાની તકો પૂરી પાડશે. આનો અર્થ એ થયો કે ભારતમાં મોટી સંખ્યામાં જાહેર અને ખાનગી કંપનીઓનો લાભ મળશે, લોકલ ઇન્ટેલિજન્સ અને ક્વોલિટેટિવ મેટ્રિક્સ દ્વારા કાર્યક્ષમ ટારગેટ મેપિંગ અને જરૂરી સંબંધોનાં નિર્માણ માટે મહત્વનું માર્ગદર્શન મળશે અને સોદો કરવા માટે નિયમનકારી સંસ્થાઓનાં નિયમોનું પાલન કરી શકાશે.
આ ભાગીદારી ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે વ્યાપક સંભાવનાઓ રજૂ કરે છે, જેમાં સોદાના પ્રારંભથી અંત સુધી સોદાને પાર પાડવા અનુભવી સલાહકારોની ટીમ મદદ કરે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.