એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 8,945 મિલિયનનો કરવેરા પૂર્વેનો નફો નોંધાવ્યો
નાણાંકીય વર્ષ 2022 કરતાં નાણાંકીય વર્ષ 2023માં10 ગણી વૃદ્ધિ નોંધાવી,કુલ લોનનું વિતરણ લગભગ બમણું થયું
મુંબઈ : ભારતીય નાણાંકીય ક્ષેત્રે જુલાઈ, 2021 માં એક મહત્વનો સોદો જોવા મળ્યો જ્યારે સુમિતોમો મિત્સુઇ ફાઇનાન્શિયલ ગ્રુપ (SMFG) એ ફુલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડમાં ફુલર્ટન ફાયનાન્શિયલ હોલ્ડિંગ્સ પીટીઈ પાસેથી 74.9% હિસ્સો હસ્તગત કર્યો હતો. નવેમ્બર, 2021માં આ સોદો પૂરો થયો હતો. 11 મે 2023ના રોજથી ફુલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ એ એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ (SMICC) છે.
SMICC એ FY23નાં નાણાંકીય વર્ષ માટે રૂ. 8,945 મિલિયનના કરવેરા પૂર્વેના નફા સાથે FY23માં 10 ગણી વૃદ્ધિ નોંધાવી છે. કુલ વિતરણ FY22માં રૂ. 127,377 મિલિયનથી 98% વધીને FY23માં રૂ. 2,52,029 મિલિયન થયું છે. એયુએમ 44% વધી છે અને રૂ. 300 અબજ (301.86 અબજ)ને પાર કરી ગઈ છે. તેના શેરધારકોના સહિયારા વિઝન અને સક્ષમ નેતૃત્વ ટીમના સમર્થન સાથે એનબીએફસી તેની શક્તિઓનો લાભ લેવા, બજારની તકોનો લાભ લેવા અને નાણાંકીય ઉદ્યોગમાં તેની સાચી સંભાવનાઓ હાંસલ કરવા તૈયાર છે.
કંપનીની એકંદર કામગીરી વિશે બોલતાં SMICCના સીઈઓ અને એમડી શ્રી શાંતનુ મિત્રાએ જણાવ્યું હતું કે “FY23નું અમારું પ્રદર્શન અમે છેલ્લાં એક વર્ષમાં લીધેલા પગલાં સાથે પ્રતિબિંબિત થાય છે, જેમાં ગ્રામીણ પ્રદેશોમાં અછતગ્રસ્ત ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને જે દેશના અર્ધ- શહેરી બજારોમાં છે. નાણાંકીય વર્ષ 23માં કરવેરા પૂર્વેના નફામાં 10 ગણી વૃદ્ધિ નોંધાવવાથી, અમારી માન્યતાને મજબૂત બનાવે છે કે 3 મુખ્ય ચાલકબળો - અમારું વિશાળ વિતરણ નેટવર્ક, વૈવિધ્યસભર પ્રોડક્ટ ઓફરિંગ અને ઉન્નત ડિજિટલ ઇકોસિસ્ટમ અમારા વ્યવસાયને આગળ ધપાવશે. FY23માં અમારી એયુએમ રૂ. 3,01,868 મિલિયન હતી અને અમારા ડિજિટલ વ્યવસાયમાં વ્યૂહાત્મક જોડાણ સાથે, અમે માત્ર ડિજિટલ ગ્રાહક અનુભવને ફરીથી તૈયાર કર્યો, સાથેસાથે અમારી વૃદ્ધિની ગતિને પણ વેગ આપ્યો. મુખ્ય રાજ્યોમાં નવી શાખાઓની શરૂઆત સાથે, કલેક્શન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, અમે નાણાંકીય વર્ષ 24માં વેગ અને પરિવર્તન માટે તૈયાર છીએ.”
15 મે 2023 ના રોજથી ફુલર્ટન ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડ એ SMFG ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડ (SMFHC) છે. SMHFC એ વિતરણમાં 137% વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની એયુએમ રૂ. 64,265 મિલિયન હતી, જે માર્ચ, 2022 સુધીમાં રૂ. 44,563 મિલિયન કરતાં 44% વધુ હતી. SMHFC એ 15 રાજ્યોમાં ફેલાયેલી કુલ 125 શાખાઓ સાથે, ટિયર 2+ પ્રદેશોમાં 43 નવી શાખાઓ સાથે નવી ભૌગોલિક જગ્યાઓ અને સ્થળોએ એક વ્યાપક હાજરી નોંધાવી છે. કાર્યક્ષમતા અને સેવા વધારવા માટે ડિજિટલ-ફર્સ્ટ સંસ્થા બનવાના ઉદ્દેશ્ય સાથે, કંપનીએ પેપરલેસ પ્રક્રિયાઓ, શોર્ટ ટાઈમ-ટુ-માર્કેટ અને આંતરિક અને બાહ્ય ગ્રાહકો માટે વ્યાપક સેલ્ફ-સર્વ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
SMHFCના સીઈઓ અને એમડી શ્રી દીપક પાટકરે જણાવ્યું હતું કે “અમારા હોમ ફાઇનાન્સ બિઝનેસે FY23માં રૂ. 30,552 મિલિયનના વિતરણ સાથે જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે, જે FY22માં રૂ. 12,870 મિલિયન વિતરણ કરતાં 137% વૃદ્ધિ દર્શાવે છે. અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમને અનુરૂપ અમે માનવ મૂડીમાં રોકાણ કર્યું છે, FY23માં અમારા કર્મચારીઓની સંખ્યા 2300+ સુધી વધારીને, FY22માં 800 થી વધીને, અમને અમારા ગ્રાહકો સુધી સીધા જ પહોંચવામાં સક્ષમ બનાવી છે. અમારા વિતરણમાં વૃદ્ધિ એ અમારા ગ્રાહકો માટે કિફાયતી હાઉસિંગ ફાઇનાન્સ પરના અમારા ધ્યાનનો પુરાવો છે. કંપનીએ Q4FY23માં પેરેન્ટ પાસેથી 100 કરોડની મૂડી પ્રાપ્ત કરી છે.”
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.