ડીસીએમ શ્રીરામ લિમિટેડે સબલીલ નંદીની કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે નિમણૂંક કરી
અગ્રણી વ્યવસાયિક સમૂહ ડીસીએમ શ્રીરામ લિમિટેડ, જે રૂ. 9849 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેણે પોતાના કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે સબલીલ નંદીની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી, 10 એપ્રિલ, 2023: અગ્રણી વ્યવસાયિક સમૂહ ડીસીએમ શ્રીરામ લિમિટેડ, જે રૂ. 9849 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેણે પોતાના કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે સબલીલ નંદીની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. સબલીલ નંદીએ આઇઆઇટી ખડગપુરમાંથી એન્જિનિયરીંગ અને આઇઆઇએમ લખનઉમાંથી એમબીએ કર્યું છે.
ટાટા ગ્રૂપ, ઝુઆરી એગ્રોકેમિકલ્સ અને પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ જેવી કંપનીઓમાં પોતાની સફળતા દર્શાવનાર વૈશ્વિક લીડર સબલીલ નંદી કેમિકલ અને ફર્ટિલાઇઝર્સમાં બે દાયકાથી વધુ અનુભવ ધરાવે છે તથા ટાટા મોટર્સ, ટાટા સન્સ, ટાટા કેમિકલ્સ જેવી ટાટા ગ્રૂપની કંપનીઓમાં તેમણે 18 વર્ષ કામ કર્યું છે. તેઓ ટાટા કેમિકલ્સ (નોર્થ અમેરિકા)ના વીપી પણ હતાં તથા વિશ્વના સૌથી મોટા સોડા-એશ પ્લાન્ટ્સ પૈકીના એકનું નેતૃત્વ કર્યું હતું.ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે જોડાતા પહેલાં તેઓ પારાદીપ ફોસ્ફેટ્સ લિમિટેડના પ્રેસિડેન્ટ અને સીઓઓ હતાં, જ્યાં તેના ઓપરેશન્સ, પીએન્ડએલ, સ્ટ્રેટેજી, એમએન્ડએ અને ગ્લોબલ પ્રોક્યોરમેન્ટનું નેતૃત્વ કર્યું હતું.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.
ભારતમાં વાઇન નિકાસ કરતા મુખ્ય દેશોમાં યુએસ (US$ 75 મિલિયન), યુએઈ (US$ 54 મિલિયન), સિંગાપોર (US$ 28 મિલિયન) અને ઇટાલી (US$ 23 મિલિયન)નો સમાવેશ થાય છે.