સાબરમતી-કલોલ અને સાબરમતી-ચાંદલોડિયા સેક્શન ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમથી સજ્જ
પ.રે.ના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્સન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્સન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
અમદાવાદ-પાલનપુર રેલખંડ માં સ્થિત સાબરમતી-કલોલ સેક્સન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડતો એક મુખ્ય રેલ માર્ગ પણ છે તથા સાબરમતી-ચાંદલોડિયા સેક્સન જે અમદાવાદ-વિરમગામ રેલ ખંડ નો ભાગ છે જે કચ્છ જિલ્લાની સાથે સાથે ગાંધીધામના નજીકના આર્થિક ક્ષેત્રો (SEZ) સહિત આ આ ક્ષેત્ર ના ઘણા ઔદ્યોગિક ક્ષેત્રો ને કનેક્ટિવિટી પૂરી પાડે છે.
ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ અથવા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ ટ્રેનોને સુરક્ષિત ચલાવવા માટે વપરાતી એક સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ટ્રેનો વચ્ચે દરેક કિલોમીટરે સિગ્નલ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રેનોના ઊંચા નેટવર્ક દરમિયાન પણ અકસ્માતની શક્યતા નહિવત રહે છે.
આ કમિશનિંગ પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં, શહેરી કેન્દ્રો અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સાથે વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે , જેનો આર્થિક અને ક્ષેત્રીય વિકાસમાં યોગદાન હોય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભારતના રેલ નેટવર્કના આધુનિકીકરણ તરફનું એક મોટું પગલું છે અને તેનાથી પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે.
નવસારીના બીલીમોરાના નેમનગર વિસ્તારમાં એક સપ્તાહ પહેલા શાંતિનાથ જૈન દેરાસરમાંથી ચાંદી, પંચધાતુની મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી થઈ હતી.
સુરેન્દ્રનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ કૌભાંડમાં 100થી વધુ મહિલાઓ ધાંગધ્રા તાલુકાના મેથાણમાં નિર્માણ સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવેલી છેતરપિંડીભરી રોકાણ યોજનાનો ભોગ બની છે.
ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ગોચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાના પ્રયાસો તેજ કર્યા છે. ગેરકાયદે દબાણો અંગેની બેઠક બાદ, કલેકટરે હજારો વીઘા ગૌચર જમીનમાંથી અતિક્રમણ દૂર કરવા માટે મોટા પાયે કામગીરી શરૂ કરી,