સાઇન્ટ ડીએલએમ લિમિટેડે આઈપીઓ પહેલાં 20 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 259.64 કરોડ એકત્ર કર્યા
સાઇન્ટ ડીએલએમ લિમિટેડે તેના આઈપીઓ પહેલા 20 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 259.64 કરોડ એકત્ર કર્યા છે. આઠ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોએ કુલ 11 સ્કીમ મારફતે અરજી કરી છે.
સાઇન્ટ ડીએલએમ લિમિટેડે તેના આઈપીઓ પહેલા 20 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 259.64 કરોડ એકત્ર કર્યા છે. આઠ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોએ કુલ 11 સ્કીમ મારફતે અરજી કરી છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને રૂ. 265 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે એન્કર ઇન્વેસ્ટર્સને 97,98,113 ઇક્વિટી શેર ફાળવવાનું નક્કી કર્યું છે (ઇક્વિટી શેર દીઠ રૂ. 255ના શેર પ્રીમિયમ સહિત). એન્કર બુકમાં નિપ્પોન લાઈફ ઈન્ડિયા સ્મોલ કેપ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ,
એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, તાતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, સોસાયટી જનરલ, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, અમાનસા હોલ્ડિંગ્સ, ડીએસપી ઈન્ડિયા, આદિત્ય બિરલા સન લાઈફ, એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ, ફાઉન્ડર્સ કલેક્ટિવ ફંડ, કેટામરન એકમ, વિકાસા ઈન્ડિયા, બીએનપી પારિબા આર્બિટ્રેજ અને કોટક મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ પ્રકારના અગ્રણી રોકાણકારોની ભાગીદારી જોવા મળી હતી.
હૈદરાબાદ સ્થિત કંપનીના આઈપીઓમાં રૂ. 5,920.00 મિલિયન (રૂ. 592 કરોડ) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 250 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 265 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 27મી જૂન 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, 30મી જૂન 2023ના રોજ બંધ થશે.
કંપની પ્રાપ્ત થનારી રકમનો ઉપયોગ કંપનીની વધતી જતી કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે, કંપનીના મૂડી ખર્ચના ભંડોળ માટે, રૂ. 1,609.11 મિલિયન (રૂ. 160.9 કરોડ)ના દેવાની પુન:ચુકવણી/પૂર્વચુકવણી માટે ભંડોળ પૂરું પાડવા માટે, હસ્તાંતરણ દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિ હાંસલ કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા માગે છે. બિડ ઓછામાં ઓછા 56 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 56 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. ઇશ્યૂમાં પાત્ર
કર્મચારીઓ (કર્મચારી આરક્ષણ ભાગ) દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 150 મિલિયન સુધીના ઇક્વિટી શેરના આટલી સંખ્યા સુધીમાં રિઝર્વેશનનો સમાવેશ થાય છે.
કંપનીએ બીઆરએલએમ સાથે પરામર્શ કરીને રૂ. 1,080.00 મિલિયન (રૂ. 108 કરોડ)ના કુલ 40,75,471 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધર્યું છે. એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.