e-NAM પ્લેટફૉર્મ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી વધુ મૂલ્યની કૃષિપેદાશોનું વેચાણ
ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.
ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઇ-નામ પોર્ટલ ખેડૂતોને તેમની નજીકની ઇ-નામ મંડીઓ દ્વારા તેમની પેદાશોનો વેપાર કરવા અને વેપારીઓને કોઈપણ સ્થળેથી ઓનલાઈન હરાજી કરવા માટે સક્ષમ બનાવે છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઇ-નામ પોર્ટલ પર 8 લાખથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. ઇ-નામ પોર્ટલ પર ગુજરાતની 144 મંડીઓને સંકલિત કરવામાં આવી છે.
અત્યારસુધીમાં ઇ-નામ પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાં 2.64 કરોડ ક્વિન્ટલથી વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનું કુલ મૂલ્ય ₹10,535.91 કરોડ છે. આમ, ઇ-નામ પોર્ટલ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી પણ વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે. ઇ-નામ પોર્ટલ પર રાજ્યના લાખો ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડીને ગુજરાત ભારતની ડિજિટલ કૃષિ ક્રાંતિને સતત આગળ ધપાવી રહ્યું છે.
ઉના બજાર સમિતિના પરબતભાઈ ગોવિંદભાઈ પટાટ છેલ્લા એક વર્ષથી ઇ-નામ પોર્ટલ પર જોડાયા છે અને મગફળીનું ઓનલાઇન વેચાણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે સ્થાનિક બજારમાં વેચાણની સરખામણીએ ઓનલાઈન વેચાણથી ઘણો ફરક પડે છે. વેચાણની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. અમને ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે. સ્થાનિક બજારની સાપેક્ષે અમને 200થી 500 રૂપિયા વધુ ભાવ મળે છે. જેનાથી અમારી આવકમાં ઘણો વધારો થયો છે. પરબતભાઈ જણાવે છે કે, ઇ-નામ પોર્ટલ મારફતે મગફળીના વેચાણથી તેમની આવકમાં આશરે પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે. તેઓ જણાવે છે કે ઇ-નામ પોર્ટલ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. હવે અમારે પેમેન્ટની ઉપાધિ રહી નથી. પૈસા હવે સીધા ખાતામાં જમા થઈ જાય છે. માલ ઝડપથી વેચાઈ જાય છે. ઇ-નામ પોર્ટલ શરૂ કરીને કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે વેચાણની પ્રક્રિયા સરળ અને લાભદાયી બનાવી છે, જે માટે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ખૂબ આભારી છીએ.
અંબાજી ખાતે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ', 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સુનિશ્ચિત થયેલ છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા સાથે એક ભવ્ય આધ્યાત્મિક મેળાવડો બનવાનું વચન આપે છે.
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (eNAM) પોર્ટલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું, જે ભારતીય ખેડૂતો તેમની ઉપજ વેચવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ઓનલાઈન ટ્રેડિંગને સક્ષમ કરીને, પ્લેટફોર્મ ખેડૂતોને વધુ સારી કિંમતો મેળવવા અને તેમની આવકમાં સુધારો કરવાની મંજૂરી આપે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.