સમરસ છાત્રાલયો: વંચિત સમુદાયો માટે સમાવિષ્ટ અને વિનામૂલ્યે શિક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે ગૌરવ, સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે ગૌરવ, સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. જે સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ગુજરાતમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ સમુદાયો, ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્થાન અને સશક્તિકરણ કરતી અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણને સુનિશ્ચિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વારસાને આગળ વધારી રહ્યા છે.
આવો જ એક પ્રોજેક્ટ છે "સમરસ છાત્રાલય પ્રોજેક્ટ", જેમાં સામાજિક અને આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના
વિદ્યાર્થીઓને, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ના વિદ્યાર્થીઓને અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલોમાં રહેવા અને ગુણવત્તાયુક્ત જમવાની સગવડ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવે છે.
સમરસ છાત્રાલયો આવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિનામૂલ્યે રહેવાની સુવિધા પૂરી પાડે છે.
આ આવાસીય સુવિધા ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જ્યાં સુનિશ્ચિત કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને સારા અને વ્યવસ્થિત રૂમ, સ્વચ્છ સેનિટેશન સુવિધાઓ, લાયબ્રેરી અને રિક્રિએશન એરિયા એટલે કે મનોરંજન માટેના વિસ્તારની એક્સેસ મળી શકે. સમરસ છાત્રાલયો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની સાથે વ્યક્તિગત વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો ઉપરાંત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓની સલામતી અને કલ્યાણ પર પણ ભાર મૂકે છે. છોકરીઓ માટે અલગ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે.
રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો. ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લીધો.
ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે.