સંકલ્પ યાત્રા નાવરા ગ્રામ પંચાયતના પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ આવકાર
વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઝારખંડ ખાતેથી રાષ્ટ્રવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સંકલ્પ યાત્રાનો મુખ્ય આશય કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વંચિત લાભાર્થીઓને ઘરઆંગણે હાથોહાથ પહોંચાડીને સો ટકા લક્ષ્યાંક સાથે ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવાનું છે.
રાજપીપલા : વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઝારખંડ ખાતેથી રાષ્ટ્રવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સંકલ્પ યાત્રાનો મુખ્ય આશય કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વંચિત લાભાર્થીઓને ઘરઆંગણે હાથોહાથ પહોંચાડીને સો ટકા લક્ષ્યાંક સાથે ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવાનું છે. આ સંકલ્પ યાત્રાએ ગુજરાત રાજ્ય સહિત આદિવાસી બાહુલ વસ્તી ધરાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાય, ગ્રામજનો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તેમજ
વંચિત લાભાર્થીઓ સુધી પહોંચીને યોજનાઓના મીઠા ફળ પહોંચાડવા માટેની કમરકસી છે. રાજ્ય સરકારના સુયોગ્ય આયોજનથી સંકલ્પ યાત્રા નાંદોદ તાલુકાના નાવરા ગ્રામ પંચાયતના રાજપરા મુકામે પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ રથનું ઉમકળાભેર સ્વાગત કર્યું હતું. નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ અને ધારીખેડા સુગર ફેકટરી તેમજ ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને સરકારના પ્રજાલક્ષી યોજનાઓથી ગ્રામજનોની આર્થિક સમૃદ્ધિ માટેના વ્યાપક પગલાઓ વિશે અવગત કર્યા હતા.
પરંપરાગત માધ્યમો થકી પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર નર્મદા જિલ્લા માહિતી કચેરી દ્વારા મનોરંજનની સાથે સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી લોકોને મળી રહે તે માટે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેના થકી લોકોના દ્રષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કલાકારોએ પોતાની કલાનું ઉમદા પ્રદર્શન દાખવી પરંપરાગત માધ્યમ થકી લોકોને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
વધુમાં ધરતી કહે પુકાર કે અંતર્ગત સ્થાનિક સખીમંડળની બહેનોએ જળ, જમીન, જંગલ અને પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપી ગે આધારિત ખેતીને અપનાવવા પરંપરાગત નુકકડ નાટકના માધ્યમથી ગ્રામજનોને જાગૃત કર્યા હતા.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.