રક્ષાબંધન પર્વ પર બાવળામાં સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા મઢુલીની પ્રતિષ્ઠા કરવામાં આવી
સંત શ્રી બજરંગદાસ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી, પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ આપવા વૃક્ષારોપણ કરાયું.
બાવળાના નીલકંઠ પાર્ક, શ્યામ પાર્ક અને શ્રેયા સોસાયટીના રહીશો દ્વારા બજરંગદાસ બાપાની મઢુલીની પ્રતિષ્ઠા પહેલા પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બજરંગદાસ બાપાની મઢુલીની બંને બાજુ આસોપાલવના છોડ રોપવામાં આવ્યા હતા.
રક્ષાબંધનના પાવન દિવસે બાવળાના નીલકંઠ પાર્ક, શ્યામ પાર્ક અને શ્રેયા સોસાયટીના રહીશો દ્વારા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રહીશો દ્વારા સોસાયટીમાં સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શ્રી બજરંગદાસ બાપાના જયકારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શાસ્ત્રો વિધિથી સંત શ્રી બજરંગદાસ બાપાના ફોટાની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તો દ્વારા બજરંગદાસ બાપાની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. સાંજના સમયે મહાપ્રસાદ અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવળાના ધર્મ પ્રેમી લોકોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી