સાપુતારાથી મહારાષ્ટ્રનાં નાસિક ધોરીમાર્ગ સતત ચોથા દિવસે પણ ચક્કાજામ, વાહનચાલકોની હાલત કફોડીજનક....
મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિષ્ટ પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતની આગેવાની હેઠળ છેલ્લા ચાર દિવસથી સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે.જેની સીધી અસર ગુજરાતનાં વાહનચાલકો પર પડી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિષ્ટ પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતની આગેવાની હેઠળ છેલ્લા ચાર દિવસથી સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે.જેની સીધી અસર ગુજરાતનાં વાહનચાલકો પર પડી રહી છે.જેના કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત આંતરીક માર્ગો પરથી આવતા જતા વાહનો સતત ચોથા દિવસે ઠપ્પ જોવા મળી રહ્યા છે.અને જે તે સ્થળોએ વાહનોની લાંબી કતારો જામી છે.તથા આ કતારોમાંથી નીકળવા માટે વાહનચાલકો રઝળપાટ કરી રહ્યા છે.ત્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતી તથા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતી ટ્રાન્સપોર્ટેશનની અનેક સુવિધાઓ તેમજ શાકભાજી,ફળફળાદી, દૂધ સહિત માલસામાનનો જથ્થો હાલમાં ટલ્લે ચડીને થંભી જવા પામ્યો છે.
ગત 21મી ઓગસ્ટનાં રોજથી મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાની હેઠળ સાપુતારાથી નાસિકને જોડતા બોરગાંવ નજીક ઉંબરપાડા દિગર આરટીઓ ચેકપોસ્ટ ખાતે પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.જેમાં છેલ્લા ચાર દિવસથી સાપુતારા-નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચક્કાજામ રહેતા વાહનચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્ર અને ડાંગના સરહદી વિસ્તારમાં રસ્તા રોકો આંદોલનના કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત ચોથા દિવસે પણ વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થયેલ જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્ર રાજ્યમાંથી શાકભાજી,દૂધ સહિતનો જે માલ સામાન ગુજરાત રાજ્યમાં આવતો હતો તે તમામ જથ્થો ટલ્લે ચડ્યો છે કારણ કે સાપુતારા બોર્ડર પર અસંખ્ય ટ્રકો રસ્તા રોકોના જામમાં ફસાઈ ગયેલ છે.આ ટ્રકોમાં ફ્રુટ તથા શાકભાજી સહિતનો માલ બગડી જવાને કારણે ખેડૂતો તથા વેપારીઓને પણ આર્થિક ફટકો પડ્યો છે.તેમજ હજુ પણ મહારાષ્ટ્રની ચેકપોસ્ટ ખાતે હજારોની સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે અને તેઓ હાલમાં ગુજરાતમાં આવવા માટે ફાંફા મારી રહ્યા છે. જોકે એક તરફ ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ દ્વારા ફસાયેલ પ્રવાસીઓને બચાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ ડાંગ જિલ્લાનાં નેતાઓ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.
આજે સાપુતારા નાસિક માર્ગ તથા આંતરીક માર્ગો ચાર દિવસથી ચક્કાજામ હાલતમાં બગાસા ખાઈ રહ્યા છે. તેમજ આ માર્ગો બંધ થતાં અસંખ્ય ગુજરાતી પ્રવાસીઓ અને વાહનચાલકો અટવાઈ જવા પામ્યા છે. તેમ છતાંય નજીકનાં ડાંગનાં નેતાઓ ફસાયેલ મુસાફરો અને વાહનચાલકોનો તાગ ન મેળવતા ફિટકાર દર્શાવવામાં આવી રહી છે. ત્યારે આજરોજ મહારાષ્ટ્રનાં આદિવાસી નેતા રમેશ થોરાતે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર અને ડાંગની સરહદ પર અટવાયેલા અસંખ્ય ગુજરાતીઓની મદદ માટે એક પણ ડાંગનો નેતા મુલાકાત માટે ફરક્યો નથી. હાલમાં આંદોલનકારીઓએ મહારાષ્ટ્રને જોડતા ડાંગનાં આંતરિક રસ્તા પણ બંધ કરી દીધા છે.આદિવાસી નેતા રમેશભાઈ થોરાટે જણાવ્યુ હતુ કે અમે ન્યાય મેળવવા માટે મક્કમ છીએ. મહારાષ્ટ્ર સરકાર જ્યાં સુધી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમો અમારી લડત ચાલુ રાખીશુ. વધુમાં આ આંદોલનનાં પગલે કઈ પણ થશે તો તેણી સંપૂર્ણ જવાબદારી મહારાષ્ટ્ર સરકારની રહેશે. વધુમાં આદિવાસી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. તેવામાં આદિવાસી સંગઠનની માંગણીઓને લઈને મહારાષ્ટ્રની રાજય સરકાર હજુ પણ મૌન પાળીને બેઠુ છે. અને જેની હાલાકી આમજનતા સહિત અસંખ્ય વાહનચાલકોએ ભોગવવી પડી રહી છે. ત્યારે હાલમાં ફસાયેલા વાહનચાલકોની સ્થિતિ જાયે તો કહા જાયે અને ખાયે તો કયા ખાયે જેવી નિર્માણ થવા પામી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.