સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી તે બાબતે ટ્વિટ કરીને પ્રશંસા કરી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર
પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે.
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને આ કાર્યક્રમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ અન્ય ટ્વિટ કરીને ટ્રેનમાં ગુજરાત આવવા નીકળેલા લોકોના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક બાળક તમામ મુસાફરોનો ભક્તિ-સંગીતથી ઉત્સાહ વધારી રહ્યો હોવા અંગે તેમણે પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ દસ દિવસીય કાર્યક્રમમાં અલગ-અલગ બેચમાં સોરાષ્ટ્ર મૂળના તથા સૌરાષ્ટ્ર મૂળ સિવાયના તમિલો અનુક્રમે ૭૦:૩૦ના ગુણોત્તરમાં ભાગ લેવાના છે. જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, વણકરો,શિક્ષકો વગેરે સમુદાયોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવન-જાવન માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન છે, જે પૈકી પ્રથમ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થઈ ચૂકી છે. જે સંભવિત ૧૭ એપ્રિલના રોજ ગુજરાત પહોંચશે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.