થરાદ ખાતે સંવિધાન બચાવો મહારેલી યોજવામાં આવી તેમજ રેલી કાઢીને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
ભારત સરકારની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબક દેબરોય દ્વારા કરાયેલી બંધારણ વિરોધી ટિપ્પણીના વિરોધમાં ગુજરાતના થરાદમાં બંધારણ બચાવો મહારેલી યોજવામાં આવી હતી.
(પ્રતિનિધિ કિરણભાઈ એપા)વાવ: વાવ થરાદ તાલુકામાંથી એસ સી.એસટી તેમજ ઓબીસી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ થરાદ રેફરલ હોસ્પિટલ બાબા સાહેબના સ્ટેચ્યુ થી નાયબ કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી.
આ સવિધાનબચાવો મહારેલી માં અનેક આગેવાનો જોડાયા હતા તેમજ સભા યોજવામાં આવી હતી જેમાં સંવિધાન બચાવવા માટે અનેક મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભારત સરકારના આર્થિક સલાહકાર પરીષદના ચેરમેન બીબક ડેબોરોયની વિરૂધ્ધ દેશ કયા સંવિધાન વિરોધી ટીપ્પણી કરવા બાબતે કાયદેસર કાર્યવાહી કરવી તથા સંવિધાનનું રક્ષણ કરવા અંગે
આપ ભારતના સર્વોચ્ચ પદ પર બીરાજમાન હોય, અને ભારતીય સંવિધાનની કસ્ટોડી નાને આપ મહામહીમશ્રીની એ પેરેમાઉન્ટ ફરજ બને છે કે, મોજદા ભારતના સંવિધાનનું રક્ષણ પ્રેર મોજુદા ભારતનું સંવિધાન વિશ્વનું સર્વશ્રેષ્ઠ અને જીવંત સંવિધાન છે જેનુ અનુકરણ દુનીયામાં થઇ રહેવું છે આ સંવિધાનના રચિયતા ડો. બાબા સાહેબ આંબેડકર છે. જેઓ ને દુનીયા જ્ઞાનના પ્રતિક તરીકે ઓળખે છે. આ અધુનીક ભારતના સંવિધાન ના રચયિતા અને મોર્ડન ભારતના પિતામહ ની કલમે ઓળખાયેલ સંવિધાનને પંદરમી ઓગષ્ટના એક પ્રખ્યાત અખબાર ( લાઇવ મીન્ટ ન્યુઝ માં મોજુદા ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરીષદના ચેરમેનશ્રી બીબેક ડેબોરોય એ સંવિધાનની વિરૂધ્ધ એક લેખ લખ્યો છે. જેમાં એવી વકાલત કરવામાં આવી છે કે, દેશને નવા સંવિધાનની જરૂર છે, અને ૨૦૪ સુધીમાં આ કાર્ય પુરૂ કરવું જોઇએ. તે ઉપરાંત તેઓ જણાવે છે કે, ભારતનું બંધારણ એ કોલોનીયલ લેંગસી છે. જે અંગ્રેજો દ્વારા ૧૯૩૫ માં બંધારણ બનાવ્યામાં આવ્યુ છે તેજ એક રૂપ છે. તથા હાલમાં આપણી પાસે જ બંધારણ છે. તે તો તેના મૂળ સ્વરૂ પમાં પણ નથી. તેમાં અનેક સંશોધનો થઇ ચુકયા છે. તથા બંધારણના આમુખમાં તેની ટીપ્પણી કે સામાજીક, ધર્મનિરપેક્ષ, લોકશાહી, ન્યાય, સ્વતંત્રતા અને સમાન્નતા એનો મલતબ શું છે ?
એક જવાબદાર વ્યકિત, પદાધિકારી, ભારતીય સંવિધાનના સોગંદ લઇને સંવેધાનીક પદ પર યાચીન થઇને એજ સંવિધાનની વિરૂધ્ધ ટીપ્પણી કરે કે સંવિધાન બદલવાની વાત કરે તે અક્ષમ્ય અપરાધ અને દેશદ્રોહની વ્યાખ્યામાં આવે છે.
અમે નીચે સહી કરનાર સંવૈધાનીક ભારતના નાગરીકો છીએ, અમારી સંવિધાનમાં પુરી નિષ્ઠા અને આસ્થા છે. તેથી અમારી આસ્થાને સંવિધાન વિરૂધ્ધ ટીકાટીપ્પણી થી ગંભીર યોટ પહોંચી છે. આથી સંવિધાન વિરૂધ્ધ પ્રવૃત્તિઓ કરનાર સંગઠનો, રાજકીય પાર્ટીઓ, નેતાઓ, વ્યક્તિઓ, અધિકારીઓ, પદાધીકારીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા લેવા અને આવા અક્ષમ્ય અને અનિષ્ટકર્મીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.