યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં સહભાગી બન્યા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી- એનએસએસ કેડેટ્સ
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ” ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં ૪૧ જિલ્લાકક્ષાના સહિત નર્મદા જિલ્લામાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાના કેમ્પસમાં ધ્યાન શિબિર યોજાઈ હતી.
રાજપીપલા : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ” ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં ૪૧ જિલ્લાકક્ષાના સહિત નર્મદા જિલ્લામાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાના કેમ્પસમાં ધ્યાન શિબિર યોજાઈ હતી.
સમર્પણ ધ્યાનના પ્રતિનિધિ શ્રી મીનાબેને જણાવ્યું કે, યુવાપેઢી દેશનું ભવિષ્ય છે, જેને શક્તિશાળી બનાવવા માટે આ એક પરિણામલક્ષી પ્રયાસ છે. લોકો પણ આત્મવિશ્વાસ અને શાંતિના પથ પર આગળ વધે, કુટેવો-સંગતોથી દૂર રહે અને વર્તમાનમાં જીવે તે માટે ધ્યાન એક મહત્વનું માધ્યમ છે. ધ્યાન એ સ્વસ્થ મન અને શરીર વચ્ચે સકારાત્મક સંબંધોને પ્રસ્થાપિત કરવાનું માધ્યમ છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર શ્રી રાજેશ પંચાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી છે. યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન દ્વારા પ્રેરણાત્મક ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશનું ભવિષ્ય અને નાગરિકો પોતાના જીવનશૈલીને સુવ્યવસ્થિત અને ખુશખુશાલ જીવે તે માટે ધ્યાન જરૂરી છે.
ધ્યાનએ આપણા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ધ્યાન માનસિક શાંતિ, ધૈર્ય અને સંકલ્પ શક્તિમાં વધારો કરે છે. ઉપરાંત મસ્તિષ્કમાં ઉત્પન્ન થકી ભાવનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નોંધનીય છે કે, નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં યોગ શિબિરો, વર્ગો અને કાર્યક્રમનું આયોજન કરીને સરકાર લોકોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર વિશેષ પ્રાધાન્ય આપી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના યુવાનો પણ યોગ પ્રશિક્ષણની તાલીમ મેળવીને યોગને વધુમાં વધુ પ્રોત્સાહન આપે તે માટે મહાનુભાવો દ્વારા અનુરોધ કરાયો હતો.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી