બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ૨૮ મૃત પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ
બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ભાઠા વિસ્તારમાં પશુઓને બાંધેલા રાખવામાં આવતા હોય આવા પશુઓ ભારે પાણીમાંથી નીકળી શક્યા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થવા પામેલ છે. અસરગ્રસ્તોની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આણંદ : બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ભાઠા વિસ્તારમાં પશુઓને બાંધેલા રાખવામાં આવતા હોય આવા પશુઓ ભારે પાણીમાંથી નીકળી શક્યા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થવા પામેલ છે. અસરગ્રસ્તોની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન અને સૂચના મુજબ પાણીનો પ્રવાહ ધીરે ધીરે ઓસરતા પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પશુઓને સારવાર આપવા માટે અને મૃત પશુઓ શોધીને તેના પોસ્ટમોર્ટમ સહિત વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ૬ જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ૦૭ વેટરનરી ઓફિસર, પાંચ એમ્બ્યુલન્સ વાન ( ગ્રીન વેટરનરી ક્લિનિક), ૧૦ પશુધન નિરીક્ષક અને એક મદદનીશ પશુપાલન નિયામકની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી જે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવી છે.
નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. એસ. બી.ઉપાધ્યાયે જણાવ્યું કે બોરસદ અને આંકલાવ તાલુકાના પ્રભાવિત ગામો જેમાં ગંભીરા, બામણગામ, ચમારા, સંખ્યાડ, આમરોલ, કહાનવાડી, સારોલ, ગાજણા, કોઠીયાખાંડ, નાની શેરડી, દહેવાણ, કંકાપુરા, વાલવોડ અને બદલપુર ગામો ખાતે પશુઓના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
પશુપાલન વિભાગની ટીમ પાણીમાં જઈને પણ મૃત પશુઓને શોધીને પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભાઠા વિસ્તારમાં પશુઓ બાંધ્યા હોય તે પશુઓ ભારે પાણીમાંથી બહાર ન આવી શકતા તેવા ૨૮ જેટલા પશુ મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. જે તમામ પશુઓના પોસ્ટમોર્ટમ કરી નિકાલ કરવામાં આવ્યો છે.
શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું કે અમારી ટીમો દ્વારા બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે પશુઓના આરોગ્યને ધ્યાને લઇ સારવાર આપવાના થતા હોય તેવા ૨૩ પશુઓને સારવાર આપવામાં આવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અંબાજી ખાતે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ', 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સુનિશ્ચિત થયેલ છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા સાથે એક ભવ્ય આધ્યાત્મિક મેળાવડો બનવાનું વચન આપે છે.
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (eNAM) પોર્ટલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું, જે ભારતીય ખેડૂતો તેમની ઉપજ વેચવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ઓનલાઈન ટ્રેડિંગને સક્ષમ કરીને, પ્લેટફોર્મ ખેડૂતોને વધુ સારી કિંમતો મેળવવા અને તેમની આવકમાં સુધારો કરવાની મંજૂરી આપે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.