અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની દ્વિતીય બેઠકનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 03.04.2025 ના રોજ મંડળ રેલ ઉપભોક્તા ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી, અમદાવાદમાં કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 03.04.2025 ના રોજ મંડળ રેલ ઉપભોક્તા ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી, અમદાવાદમાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં સમિતિના સેક્રેટરી અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અનુ ત્યાગીએ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું તથા અમદાવાદ મંડળ પર ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વિકાસ કામોથી સમિતિના સભ્યોને માહિતગાર કરાવ્યા. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી કે યાત્રી સુવિધાઓનો વિકાસ અમદાવાદ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેના માટે દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તથા આવનારા સમયમાં વધુ આધુનિક સુવિધાઓ મંડળ પર જોવા મળશે. તેમની યોગ્ય માંગણીઓ પર મંડળ દ્વારા ત્વરીત સમાધાન કરવામાં આવશે. બેઠક દરમિયાન ઉપસ્થિત માનનીય સભ્યોએ શ્રી સંજય કુમાર બ્રહ્મભટ્ટને ZRUCC સભ્ય માટે નામાંકિત કર્યા.
શ્રી અનુ ત્યાગી દ્વારા પ્રેઝેન્ટેશન મારફતે અમદાવાદ મંડળની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર મેજર રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે સાથે જ 16 રેલવે સ્ટેશનોનું અમૃત સ્ટેશન યોજના હેઠળ રિડેવલપમેન્ટનું કામ પણ પ્રગતિમાં છે. આ કામો પૂર્ણ થવા પર અમે આપણા સન્માનિત યાત્રીઓને વધુ ને વધુ સુવિધાઓ આપવામાં સક્ષમ થઈશું. શ્રી ત્યાગીએ જણાવ્યું કે આ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો જેવા દ્વિકરણ, ગેજ રૂપાંતરણ, વિદ્યુતીકરણ અને સ્ટેશનના પુનઃવિકાસ કામોને ઝડપ મળી છે.
આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોની સાથે પોત-પોતાના ક્ષેત્રોથી સંબંધિત યાત્રી સુવિધાઓ વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓના ત્વરીત નિવારણ લાવવા અને તેમની યોગ્ય માંગણીઓ પર સકારાત્મક ચર્ચા વિચારણા કરી.
આ આયોજિત બેઠકમાં સર્વે શ્રી રાકેશ કુમાર જૈન, પારસમલ નાહટા, હિંગોરભાઈ રબારી, જામાભાઈ દેસાઈ, વિષ્ણુકાંત નાયક, ભગવાનભાઈ પટેલ, સંજય કુમાર બ્રહ્મભટ્ટ, જિતેન્દ્ર કુમાર લેઉઆ, દીપક કુમાર ચૌધરી, દિલીપભાઈ પંડ્યા, કિશોર ઠાકુર, ક્ષિતીશ શાહ, મુકેશકુમાર ઠાકર, રમેશભાઈ સંગાણી, અરવિંદભાઈ નાયક, અનિલકુમાર પટેલ અને જગદીશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા તથા આ અવસર પર મંડળના તમામ સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગીર સોમનાથના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ૮૦ ટકા દિવ્યાંગતાની મર્યાદા ઘટાડીને ૬૦ ટકા કરાઈ: આ નિર્ણયથી રાજ્યના ૮૨ હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળવાનો માર્ગ મોકળો થયો.
ગુજરાતના જામનગર જિલ્લામાં બુધવારે રાત્રે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.