તિલકવાડાના ખુશાલપરા ગામની જર્જરિત પ્રાથમિક શાળા જોઈ આપના પ્રમુખે સરકારને જગાડવા પ્રયાસ કર્યો
શાળા જર્જરિત હોય અને ત્યાં એકજ ઓરડામાં પ્રિન્સિપાલની ઓફિસ અને 1થી 5 ધોરણના બાળકો પણ ભણે છે સાથે શાળામાં ફક્ત એક પ્રિન્સિપાલ અને એક શિક્ષક આમ 2 શિક્ષકોથી ગાડું ગબડે છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના છેવાડાના ખુશાલપરા ગામની આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા એ મુલાકાત લેતા ત્યાં 40 વર્ષ થી બનેલી પ્રાથમિક શાળા આજે એકદમ જર્જરિત હાલતમાં છે અને ત્યાં એકજ ઓરડા માં પ્રિન્સિપાલની ઓફિસ અને 1 થી 5 ધોરણના બાળકો પણ ભણે છે આ શાળા માં ફક્ત એક પ્રિન્સિપાલ અને એક શિક્ષક આમ 2 શિક્ષકો થી ગાડું ગબડે છે
નિરંજન વસાવા એ આ મુદ્દે ગ્રામજનો સાથે મુલાકાત કર્યા બાદ ત્યાં બાળકોને પીવાના પાણી ના કટાઈ ગયેલા નળ શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ નથી અને સરકાર દ્વારા દેશ અને રાજ્યના દરેક ગામોમાં મેરી મિટ્ટી મેરા દેશ ના તાયફાઓ કરી અને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે છેલ્લા 30 વર્ષ થી ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેને લોકોએ મત આપ્યા છે તેમ છતાં આ ગુજરાત ના ગામડાઓમાં આ પરિસ્થિતિ છે.
પ્રજા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા,જિલ્લા પંચાયત ધારાસભ્ય સાંસદ સભ્ય ને પૂછી રહી છે કે શું આ તમારો 30 વર્ષ દરમિયાન નો વિકાસ છે મેરી મિટ્ટી મેરા દેશ ના જે કાર્યક્રમ કરો છો ત્યારે છેવાડાના ગામોમાં જઈને જુઓ કે ત્યાં શું પરિસ્થિતિ છે શું ખરેખર આ વિકાસ છે કે પછી વિકાસ ગાંડો થયો છે..? આમ આ મુલાકાત દરમિયાન આપ નાં પ્રમુખે આ ગામની શાળા ની સ્થિતિ જોઈ સરકાર ને જગાડવા પ્રયાસ કર્યો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.