અનુસૂચિત જાતિના ૮૦૩ લાભાર્થીઓની રૂ.૨૫.૧૩ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી
સામાજીક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો.
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના NSFDC નવી દિલ્હીના સહ્યોગી યોજનાઓમાં ટ્રેક્ટર વીથ ટ્રોલી યોજનામાં ૧૧૯ લાભાર્થીઓને રૂ.૮.૪૮ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૨૨ લાભાર્થીઓને ૧.૩૬ કરોડ અને થ્રી વ્હીલરની યોજનાઓમાં ૨૭૩ લાભાર્થીઓને રૂ.૫.૫૭ કરોડ એમ મળીને કુલ રકમ રૂ.૧૫.૪૧ કરોડના ધિરાણ માટે કુલ ૪૧૪ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે રાજ્ય સરકાર સાયિત યોજનાઓમાં થ્રી વ્હીલરની યોજનાઓમાં રકમ રૂ.૯૭૨ કરોડના ધિરાણ માટે કુલ ૩૮૯ લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, બન્ને યોજનાઓ મળીને કુલ ૮૦૩ લાભાર્થીઓને કુલ રકમ રૂ.૨૫.૧૩ કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો યોજાયો હતો.
તે ઉપરાંત ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર મારફત ધિરાણ પામેલ લાભાર્થીઓને વસુલાતના હપ્તા ભરવા માટે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલથી વસુલાતનો હપ્તો ભરી શકે તે માટે પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સુનયના તોમર, IAS, નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી પ્રકાશ સોલંકી, IAS (નિવૃત્ત). અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ, IAS તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.