સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ, જે તાજેતરમાં ફરીથી લોંચ કરવામાં આવ્યા હતા, તેમણે બીએસઈ ખાતે આજે તેમની બીજી સાપ્તાહિક સમાપ્તિ દરમિયાન રૂ. 17,345 કરોડ (રૂ. 17,316 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 29 કરોડ ફ્યુચર્સમાં) નું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું.
મુંબઈ : એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ, જે તાજેતરમાં ફરીથી લોંચ કરવામાં આવ્યા હતા, તેમણે બીએસઈ ખાતે આજે તેમની બીજી સાપ્તાહિક સમાપ્તિ દરમિયાન રૂ. 17,345 કરોડ (રૂ. 17,316 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 29 કરોડ ફ્યુચર્સમાં) નું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું.
બીએસઈ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ્સ માટે ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ બંનેમાં સતત વધારો જોવા મળ્યો છે, જેની યુનિક એક્સપાયરી શુક્રવારે હોય છે. આજે, એક્સચેન્જમાં 98,242 ટ્રેડ્સ દ્વારા એક્સચેન્જમાં કુલ 2,78,341 કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા.
એક્સપાયરી પહેલાં, કુલ ઓપન ઇન્ટરેસ્ટ રૂ. 1,280 કરોડના મૂલ્ય સાથે 20,700 કોન્ટ્રાક્ટ્સ પર હતું. આ કોન્ટ્રાક્ટ્સમાં જોવા મળેલી પ્રવૃત્તિ એ હકીકતની સાક્ષી આપે છે કે બજારના સહભાગીઓ માટે આ નવા પ્રોડક્ટ્સમાં રસ અને ઉપયોગિતા વધી રહી છે, એમ બીએસઈના એમડી અને સીઈઓ શ્રી સુંદરરામન રામામૂર્તિએ જણાવ્યું હતું.
બીએસઈ (અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ) એ તેના સેન્સેક્સ અને બેન્કેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને 15 મે, 2023ના રોજ નીચા લોટ સાઈઝ સાથે અને શુક્રવારે એક્સપાયરી સાથે ફરીથી રજૂ કર્યા હતા. સુધારાઓ બજારના પ્રતિસાદ પર આધારિત હતા અને તેનો ઉદ્દેશ્ય રોકાણકારો અને અન્ય બજાર સહભાગીઓને રોકાણના વિકલ્પોની વિશાળ શ્રેણી પૂરી પાડવાનો હતો.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.