આઇટી સેક્ટર ઇન્ફોસિસના નબળા પરિણામ પાછળ સેન્સેક્સ અને નિફ્ટીમાં બજાર તૂટ્યું
સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 59,910 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 121 પોઈન્ટના ઘટાડા સાથે 17,706 પર બંધ રહ્યો
મુંબઈ : આજે ભારતીય શેરબજારમાં ઉથલપાથલ સાથે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 59,910 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 121 પોઈન્ટના ઘટાડા સાથે 17,706 પર બંધ રહ્યો હતો. આખા દિવસના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર વધ્યા અને 12 ઘટ્યા.ઈન્ફોસિસનું માર્ચ ક્વાર્ટરનું પરિણામ નિરાશાજનક આવતા કંપનીનો શેર 12% જેવો ગબડ્યો હતો. આ સાથે જ ટેક મહિન્દ્રા, HCL ટેકનોલોજી, TCS અને વિપ્રો સહિતના અન્ય IT શેરોમાં 7.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ બંધ થયું ત્યારે BSE સેન્સેક્સ 520 પોઈન્ટ તૂટી 59,911 પર બંધ થયો હતો. તેમજ NSE નિફ્ટી 121 પોઈન્ટ ઘટી 17,707 પર અટકી હતી.
ત્રિમાસિક પરિણામો બાદ BSE પર ઇન્ટર-ડેમાં ઇન્ફોસિસનો શેર રૂ. 1,222ની 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં કંપનીનો શેરમાં 12% નો ઘટાડો થયો હતો. વાર્ષિક ધોરણે કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 7.8% વધીને રૂ. 6,128 કરોડ થયો છે. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 5,686 કરોડ હતો. કંપનીના નફાના ગ્રોથમાં 6.9%નો ઘટાડો થયો છે.આઈટી કંપની ઈન્ફોસિસના નબળા પરિણામો બાદ શેરમાં 9.37%નો ઘટાડો થયો હતો. શેર ઘટીને 1,259 પર આવી ગયો છે. જ્યારે આઈટી ઈન્ડેક્સ આજે 4.71% તૂટ્યો છે.
આજના કારોબારમાં અદાણી ગ્રુપના 10 શેરોમાંથી 7માં ઉછાળો અને 3માં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 0.41%નો વધારો થયો છે. અદાણી ટોટલ ગેસ 3.70% વધ્યો. બીજી તરફ અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ અને એનડીટીવીના શેરમાં ઘટાડો થયો હતો.
ઈન્ડિગોએ ફરી એકવાર સ્પેશિયલ 'ગેટવે સેલ'ની જાહેરાત કરી છે. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર મુસાફરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 25 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.
કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, ભારતમાં બિટકોઈનની કિંમત તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી લગભગ 12 લાખ રૂપિયા ઘટી ગઈ છે. માહિતી અનુસાર, 17 ડિસેમ્બરે બિટકોઈન 91,59,463 રૂપિયાની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો, જે ઘટીને 79,70,860 રૂપિયા થઈ ગયો હતો.
BSE, NSE 2025 માં રજાઓ BSE અને NSE એ 2025 માં શેરબજારની રજાઓની યાદી જાહેર કરી છે. 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ રજા નક્કી કરવામાં આવી છે.