સેન્સેક્સ પ્રથમ વખત 80000ને પાર, HDFC બેન્કે રેકોર્ડ હાઈ બનાવ્યો, નિફ્ટી - બેન્ક નિફ્ટી પણ ટોચ પર
Sensex at Record High : શેરબજાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ પ્રથમ વખત 80,000ને પાર કરવામાં સફળ રહ્યો. HDFC બેંકે પણ નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે.
વૈશ્વિક બજારોના મજબૂત સેન્ટિમેન્ટના આધારે બુધવારે સ્થાનિક શેરબજાર ફરી એકવાર નવા રેકોર્ડ સ્તરે પહોંચવામાં સફળ રહ્યું. નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેન્કમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ પ્રથમ વખત 80,000ને પાર કરવામાં સફળ રહ્યો હતો. બેન્કિંગ અને એફએમસીજી શેરના આધારે આ વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક અને નિફ્ટી પણ નવા શિખરો પર છે.
આ પહેલા મંગળવારે અમેરિકન બજારો જોરદાર ગતિ સાથે બંધ થયા હતા. S&P 500 ઇન્ડેક્સ પ્રથમ વખત 5,500ને પાર કરવામાં સફળ રહ્યો હતો. નાસ્ડેકમાં પણ એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેક્સ 18,028ના સ્તરે બંધ થયો હતો. ટેસ્લામાં 10%નો વધારો જોવા મળ્યો.
આ પછી, સ્થાનિક શેરબજારો પ્રી-માર્કેટ સેશનમાં જ રેકોર્ડ ઓપનિંગના સંકેત આપી રહ્યા હતા. ગિફ્ટ નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારા સાથે કામકાજ કરતી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 24,307.25, સેન્સેક્સ 80,074.30 અને નિફ્ટી બેન્ક 53,201.50ની રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા. આજે બજારમાં આ ઉછાળા પાછળ HDFC બેંકનો સૌથી મોટો ફાળો જણાય છે. નિફ્ટી માટે 190 પોઈન્ટમાંથી 90 પોઈન્ટનું યોગદાન.
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર શુક્રવારે બપોરે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવા જઈ રહી છે, જેના કારણે બજેટ 2025 ની રાહ આખરે પૂરી થઈ ગઈ છે.
શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું અને મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:44 વાગ્યે, સેન્સેક્સ 86 પોઈન્ટ (0.11%) વધીને 76,606 પર હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ (0.10%) વધીને 23,231 પર હતો.
સરકારી ઓઈલ કંપનીઓએ આજે 23 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં સવારે 6 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કરવામાં આવે છે.