રાજ્યના ૮ જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: ઋષિકેશ પટેલ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
મંત્રશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેમના હિત માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તેમના માટે કાર્ટ પરિષદમાં જ એક અલાયદા બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.
જે અંતર્ગત જામનગરમાં રૂ. ૩૨.૪૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રૂ. ૭.૨૦ કરોડ, ભાવનગરમાં રૂ. ૧૪.૪૩કરોડ, મોરબીમાં રૂ. ૭.૭૮ કરોડ, મહિસાગર-લુણાવાડામાં રૂ. ૧.૫૪ કરોડ, નડિયાદ- ખેડામાં રૂ. ૯.૮૨ કરોડ, આણંદ-બોરસદમાં રૂ. ૩.૨૩ કરોડ તથા છોટા ઉદેપુરમાં રૂ. ૫.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગીર સોમનાથના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ૮૦ ટકા દિવ્યાંગતાની મર્યાદા ઘટાડીને ૬૦ ટકા કરાઈ: આ નિર્ણયથી રાજ્યના ૮૨ હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળવાનો માર્ગ મોકળો થયો.
ગુજરાતના જામનગર જિલ્લામાં બુધવારે રાત્રે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.