વડોદરા ડિવિઝનના સત્તર કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે મંડળના સત્તર રેલ કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા માટે સન્માનિત કર્યા.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે મંડળના સત્તર રેલ કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા માટે સન્માનિત કર્યા. આ રેલ કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન તેમની સજાગતા તેમ જ સતર્કતાને કારણે અનિચ્છનિય ઘટના ઘટતી અટકાવવામાં યોગદાન માટે સર્ટિફિકેટ તેમ જ મેડલ આપી સન્માનિત કર્યા.
વડોદરા મંડળના અગ્રણી મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાજકુમાર અમ્બિગરે જણાવ્યું કે સ્ટેશન અધિક્ષક શ્રી આર. કે. વર્મા, સ્ટેશન, શ્રી સંજયકુમાર બર્નવાલ, આસિસ્ટન્ટ લોકો પાયલટ શ્રી પરમેશ્વર પાસવાન, ટ્રેકમેન શ્રી દિલીપકુમાર, શ્રી કેદાર મીના, શ્રી દીપક મીના, ટ્રેકમેન, શ્રી પપ્પુલાલ મહાવર, ટ્રેક મેન્ટેઇનર શ્રી અભેસિંહભાઇ બારિયા, જેઇ/રેલપથ શ્રી રણજીત પ્રસાદ, ચાવીવાલા શ્રી ગોપસિંહ નારસિંહ બારિયા, સિનિયર ટેક્નિશિયન ઇલેક્ટ્રિક લોકો શેડ શ્રી જયેશ એ. પટેલ, શ્રી મોહમ્મદ સઇદ એ. તાઇ, જેઇ/ટીઆરડી શ્રી હર્ષદ ડોડિયા, હેડ કોન્સ્ટેબર શ્રી મહેન્દ્ર પાલ, કોન્સ્ટેબલ શ્રી નટવરભાઇ પરમાર, ટેક્નિશિયન શ્રી રવિકુમાર, હેલ્પર (કે એન્ડ વે) શ્રી અનિલકુમારને યોગ્યતાના સર્ટિફિકેટ તેમ જ મેડલ આપી સન્માનિત કર્યા. તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ સંરક્ષામાં ત્રુટિ જણાતાં તરત જ યોગ્ય કાર્યવાહી કરીને અનિચ્છનીય ઘટના અને સંભવિત હાનિથી બચાવ્યા હતા.
મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે આ સજાગ સંરક્ષા રેલ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. શ્રી સિંહે જણાવ્યું કે યાત્રીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમ જ હવે રેલ કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન સજાગતા અને સતર્કતાપૂર્વક કામ કરતાં હોવાથી અમને સલામત ટ્રેન વર્કિંગમમાં મદદ મળે છે. અમને આ સંનિષ્ઠ રેલવે કર્મચારી માટે ગર્વ છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી