રાજપીપળા સંતોષ ચોકડી પાસે ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો માં રોગચાળાનો ભય
વારંવાર રજૂઆત બાદ પણ છેલ્લા ત્રણેક મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટર નું કોઈજ નિરાકરણ નહિ આવતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા, કામ કરનાર કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક કરવાનું હોય અને ત્યારબાદ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયા પહેલાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠયા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા વિકાસનાં કામો થયા જેમાં ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર લાઇન ની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી ત્યાં કેટલાક વિસ્તારનાં ભૂગર્ભ ગટર લાઇન લીકેજની બુમ ઉઠતા કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.
રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર થી પોસ્ટ ઓફિસ જવાન માર્ગ પર બે ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી લીકેજ થઈ રસ્તા પર વહે છે અને બાજુમાં આવેલ કોમ્પલેક્ષ માં આવતા જતા ગ્રાહકો અને વેપારીઓ પણ આ ગંદા પાણીનાં કારણે હેરાન થઈ રહ્યા છે.
જોકે આ મુદ્દે સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પાલીકા સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે એ આખી પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક સોંપતા હોય છે અને ત્યારબાદ પણ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયું નથી ત્યાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બે ત્રણ મહિનાથી રોડ પર નિકળતાં આ ગંદા પાણીથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ..? માટે જે તે જવાબદારો આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવી લોકોને રોગચાળાનાં ભય થી મુક્ત કરાવે.
રાજકોટ-અમદાવાદ હાઇવે, જેને રૂ. 3,350 કરોડથી વધુના ખર્ચે સિક્સ-લેન રોડ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો છે, તેની ટોલ વસૂલાત પ્રણાલીમાં મોટો ફેરફાર થવાનો છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,