શિવ ..શિવ અને જય રણછોડના નાદ સાથે વસઈ ગામમાં આનંદોત્સવ
દ્વારકાના વસઈ ગામમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના તમિલનાડુના પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત
સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો આજે દ્વારકાના વસઈ ગામમાં પધાર્યા હતા. સૌરાષ્ટ્ર તમિલ ભાઈ બહેનોનું સમસ્ત વાઘેર સમાજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનોએ પરંપરાગત વેશ પહેરીને તમિલ બહેનોનું સ્વાગત કર્યું હતું. ક્રાંતિવીર શ્રી મુળુભા માણેક પ્રતિમા ઉત્સવ અંતર્ગત ગામમાં પ્રતિમા યાત્રાને પણ આવકારવામાં આવી હતી અને દ્વારકાની વિરાસતના રક્ષણ માટે ક્રાંતિવીર મુળુભા માણેકની શોર્યગાથા જાણી મહેમાનો એ વંદન કરી ગૌરવ ની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેક, ગામના અગ્રણી જીવણભા, ખેરાજભા, દેવાભા વનરાજભા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ના કાર્યક્રમમાં તમિલ અને ગુજરાતના કલાકારોની શાનદાર પ્રસ્તુતિ
તમિલનાડુના ત્રણ ગ્રુપો અને ગુજરાતના કલાકારોના ગ્રુપના કાર્યક્રમો માણતા સૌરાષ્ટ્ર તમિલ મહેમાનો દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોની સુંદર અને શ્રેષ્ઠ કૃતિઓની રજૂઆતથી સૌરાષ્ટ્ર તમિલ મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
સૌરાષ્ટ્રની સંગમ કાર્યક્રમમાં આજે દ્વારકા પધારેલા મહેમાનો દ્વારકા દર્શન નાગેશ્વર અને વસઈ ગામની મુલાકાત બાદ સાંજે દ્વારકા ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમિલનાડુના ત્રણ ગ્રુપોએ મદુરાઇ ભક્તિમય ગીતો, મધુરાષ્ટકમ, કરગટ્ટમ, બેઠા ગરબા અને થપ્પટ્ટમ અને બધા જ ગ્રુપો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રસ્તુતિ ગીત અને છેલ્લે ભોજન સમારંભમાં ભારતીય સુગમ સંગીત તબલા વાંસળી અને સારંગી ના તાલ-સુરથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંકલન મોરબીના યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે કર્યું હતું.
સોમનાથમાં આયોજિત વાર્ષિક ચિંતન શિબિરમાં, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ગુજરાતને ટેક્નોલોજી આધારિત શાસન અને સામાજિક-આર્થિક વિકાસમાં અગ્રેસર તરીકે સ્થાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેના પર ભાર મૂક્યો હતો.
ગત સપ્તાહે ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ગુજરાત, ખાસ કરીને અમદાવાદ,માં ઠંડીનો પ્રભાવ હતો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહેતા નાગરિકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા
રાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, " માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે.