રાજપીપળા નાં શિવરામ પરમારે બૉલીવુડ ની હિટ ફિલ્મો માં વિઝ્યુઅલ ઈફેક્ટ આપી જિલ્લાનું નામ રોશન કર્યું
ગદર-૨, ધ કેરાલા સ્ટોરી, કમાન્ડો - ૪, પૃથ્વીરાજ, જેવી મોટી બોલીવુડ ફિલ્મો સાથે છેલ્લા બે વર્ષમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં પોસ્ટ પ્રોડકશન અને વિઝયુઅલ ઇફેક્ટ આપી.
રાજપીપળા : નર્મદા જીલ્લાના રાજપીપલાના વતની શિવરામ ભાઇલાલભાઇ પરમારે બોલીવુડ ફિલ્મો જેવી કે, ગદર ,- ૨, ધ કેરાલા સ્ટોરી, કમાન્ડો - ૪, પૃથ્વીરાજ, જેવી મોટી બોલીવુડ ફિલ્મો સાથે છેલ્લા બે વર્ષમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં પોસ્ટ પ્રોડકશન અને વિઝયુઅલ ઇફેક્ટ આપીને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
નર્મદા જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં રાજપીપલા ખાતે રહેતા ભાઇલાલભાઇ પરમાર ના સુપુત્ર શિવરામ પરમાર કે જેઓ છેલ્લા ૨૨ વર્ષથી સંગીત ક્ષેત્રે મુંબઇમાં કામ કરે છે. કોવિડના સમયમાં પણ તેઓ સંગીતની સાથે- સાથે તેઓ એ પોસ્ટ પ્રોડક્શનના કામમાં પણ હાથ આજમાવ્યો હતો. અને એક પોસ્ટ પ્રોડક્શન કંપની ટેક ઓવર કરી. જે કંપની મુંબઇમાં પીકસલ-ડી નામથી કાર્યરત છે. આ કંપનીમાં અત્યાર સુધીમાં ૩૫૦ થી પણ વધારે ફિલ્મોનું કામ થઇ ચૂકયું છે.શિવરામ પરમાર હાલ આ કંપનીમાં ડિરેકટર તરીકે છે.
રાજપીપલાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા શીવરામ પરમારે વર્ષો પહેલા મુંબઇ જવાનો અને સંગીતમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. રાજપીપલામાં રહીને સંગીત શીખ્યા અને ઓરકેસ્ટ્રા પાર્ટી બનાવી ને કામ કરતા હતા. ત્યારબાદ રાજપીપલા પૂર્વ સ્ટેટના મહારાણી રૂકમણી દેવીજી દ્વારા તેમને સંગીત માટે મુંબઇ મોક્લવામાં આવ્યા. મુંબઇ ગયા બાદ શીવરામે વર્ષ- ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે એક ગીત બનાવ્યું હતુ. જે ગીત પીએમ ને પણ ખૂબ ગમ્યું હતુ. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું હતુ ત્યારે પણ એક ગીત બનાવ્યુ હતુ. હાલમાં તેમના સ્ટુડીયોમાં ૧૭ થી પણ વધારે ફિલ્મોનું એક સાથે કામ ચાલી રહયું છે. જેમ કે, ક્લર ગ્રીડીંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ, વોઇસ ડબીંગ, મીક્ષીંગ વગેરે..
આવનાર સમયમાં રાજપીપલાને ફિલ્મ ક્ષેત્રે કંઇક મોટુ આપવાની શિવરામની ઇચ્છા છે એમ એમણે જણાવ્યું છે. સાથે સાથે રાજપીપલાની પ્રજાને મુંબઇ આવીને સ્ટુડીયો જોવા માટે પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેથી રાજપીપલાના કલાકારોને અને ગુજરાતના કલાકારોને પ્રોત્સાહન મળે અને જીવનમાં કંઇક કરવાનો રસ્તો મળી શકે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.