શોભા ગ્રુપના સ્થાપક પીએનસી મેનન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ.1000 કરોડનું દાન આપશે
ગુજરાત સરકારે સ્થિર શહેરી વિકાસ અને સામુદાયિક સશક્તિકરણની દિશામાં આગળ ડગ માંડતા દાનવીર અને સ્વપ્નદ્રષ્ટા એવા શોભા ગ્રુપના સ્થાપક, શ્રી પીએનસી મેનન સાથે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાના વિકાસ માટે હાથ મિલાવ્યા છે. રિવરફ્રન્ટને નવી ઉંચાઇ પર લઇ જવાના ધ્યેય સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
ગુજરાત સરકારે સ્થિર શહેરી વિકાસ અને સામુદાયિક સશક્તિકરણની દિશામાં આગળ ડગ માંડતા દાનવીર અને સ્વપ્નદ્રષ્ટા એવા શોભા ગ્રુપના સ્થાપક, શ્રી પીએનસી મેનન સાથે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાના વિકાસ માટે હાથ મિલાવ્યા છે. રિવરફ્રન્ટને નવી ઉંચાઇ પર લઇ જવાના ધ્યેય સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. દેશના એકંદર વિકાસ અને સમુદાયોને મદદ કરવાના હેતુથી પોતાની 50 ટકા વ્યક્તિગત સંપત્તિ દાનમાં આપી દેવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે શ્રી મેનને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રૂ.1000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ મે 1997માં વિશેષ હેતું માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરએફડીસીએલ)ની સ્થાપના કરી હતી. એસઆરએફડીસીએલને રિવરફ્રન્ટને શહેરની એક મુખ્ય શહેરી મિલકતમાં રૂપાંતરિત કરવાની કામગીરી સોપવામાં આવી હતી. નદીના બંને કિનારે પાણીની સપાટીએ આવેલા પ્રોમનેડ એ આ પ્રોજેક્ટની મુખ્ય વાસ્તવિકતા છે.
11.5 કિમીની લંબાઇ ધરાવતા પ્રોમનેડ્સ ચાલકો અને સાયકલીસ્ટ્સને સુવિધા પૂરી પાડે છે તેમજ શહેરની મધ્યમાં ખૂબસુરત ઉદ્યાનો અને બગીચાઓ, નદીની સપાટીએ વોકવે, અટર બ્રીજ, બાયોડાયવર્સિટી પાર્ક, અદ્યતન સ્પોર્ટ્સ પાર્ક્સ અને ઇવેન્ટ સેન્ટર વગેરેની સવલત પણ પૂરી પાડે છે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડે ઓક્ટોબર 2020માં ફેઝ-2ના આયોજન અને ડિઝાઇનને મંજુરી આપી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-2માં પૂર્વ તરફ પ્રવર્તમાન 11.5 કિમીમાં ઇન્દિરા બ્રીજ સુધી વધુ 5.8 કિમી અને પશ્ચિમાં ઇન્દિરા બ્રીજ સુધી 5.2 કિમીનાવધારાનું આયોજન કરાયું છે.
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો ત્રીજો તબક્કો શોભા રિયાલીટી દૂબઇ અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્તપણે કરવામાં આવશે જે સમુદાયોના વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં મદદ કરતા ટકાઉ, સમાવેશી અને અદ્યતન શહેરી સ્થાનોની રચનામાં એકસાથે યોગદાન આપશે. ફેઝ-3 અંતર્ગત રિવરફ્રન્ટની બંને તરફ 4.5 કિમીના સ્ટ્રેચને ખૂબ સરસ રીતે વિકસાવવામાં આવશે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.